કોરોનાના કેસ વધતા ચિંતા:મનપાના વેક્સિન પ્રમાણપત્ર ચકાસણીના દાવા પોકળ

જામગનર7 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામગનર શહેરમાં ત્રણ દિવસમાં કોરોનાના 6 પોઝિટિવ કેસ નોંધાતા શહેરીજનોમાં ભારે ચિંતાની લાગણી ફેલાઇ છે. આટલું જ નહીં કોરોનાના કેસમાં પુન: વધારો થતાં શહેરીજનોએ પુન: સાવધાન રહેવું અત્યંત જરૂરી બન્યું છે. કોરોનાના કેસ વધતા મહાનગરપાલિકાએ સ્પોર્ટસ કોમ્પલેક્ષ, લાખોટા મ્યુઝીયમ, રણમલ તળાવ, તમામ સીવીક સેન્ટર, વોર્ડ ઓફીસ, માં કાર્ડ સેન્ટર, આધાર કાર્ડ, શહેરમાં આવેલા જુદા-જુદા ગાર્ડન અને મહાનગરપાલિકાના તમામ બિલ્ડીંગમાં પ્રવેશ પહેલાં કોવિડ વેક્સિનેશનના પ્રમાણપત્ર દેખાડવા તાકીદ કરી છે.

આટલું જ નહીં લાયકાત ધરાવતા 18 વર્ષથી વધુ ઉમરના જે લોકોએ પ્રથમ ડોઝ લીધો ન હોય તેમજ બીજા ડોઝની પાત્રતા ધરાવતા હોય અને બીજો ડોઝ લીધો ન હોય તે વ્યકિતઓ ઉપરોકત સ્થળો પર પ્રવેશ આપવામાં નહીં આવશે નહીં તે ફરમાન મનપાએ કર્યું છે. પરંતુ મનપાએ જાહેર કરેલા તળાવની પાળ, મહાનગરપાલિકાની કચેરી સહિત સ્થળો પર આવતા લોકોએ કોરોના વેક્સિન લીધી છે કે કેમ તેના પ્રમાણપત્રની ચકાસણીના દાવા પોકળ પુરવાર થયા છે.

કારણ કે, આ સ્થળો પર આવતા લોકોના વેક્સિન પ્રમાણપત્રની ફરજ પરના કર્મચારીઓ દ્રારા કોઇ ચકાસણી કરવામાં આવતી નથી. બીજી બાજુ શરૂ સેકશન રોડ પર આવેલા મહેસૂલ સેવા સદનમાં પણ આવતા અરજદારોએ માસ્ક પહેર્યા છે કે કેમ તેની ચકાસણી અને કોરોના ગાઇડલાઇનનનું કોઇ પાલન કરવામાં આવતું નથી.

અન્ય સમાચારો પણ છે...