જામનગર મનપાની વોટર વર્કસ વિભાગ દ્વારા આજી-3 ડેમ ગેટ રીપેરીંગ અર્થે ખાલી કરવાનો હોવાથી કેચમેન્ટ એરિયામાંથી 40 એમએલડી પાણી મેળવવાની પમ્પીંગ મશીનરીની ગોઠવણ મનપા દ્વારા કરવામાં આવી છે. જેનું મનપાના કમિશનરે વોટર વર્કસ વિભાગના અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
આજીડેમ-3 ડેમ ગેટ રીપેરીંગ અર્થે ખાલી કરવાનો થતો હોય કેચમેન્ટ એરિયામાંથી પાણી ઉપાડવાની કામગીરી મનપા દ્વારા શરૂ કરવામાં આવી છે. આ કામગીરીનું જામનગર મહાપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી દ્વારા વોટર વર્કસ વિભાગના કાર્યપાલક એન્જિનિયર નાયબ એન્જિનિયરની ટીમ સાથે આજી-3 ડેમ ખાતે સાઇટ વિઝીટ કરવામાં આવી હતી.
ડેમ ખાલી થતા 40 એમએલડી પાણી મેળવવા નાખવામાં આવેલી પમ્પીંગ મશીનરીનું કમિશનર દ્વારા નિરીક્ષણ કરાયું હતું અને પાઇપલાઇન ટેસ્ટિંગની કામગીરી કરી હતી. ડેમ ખાલી થયા બાદ શહેરને પાણી મળી રહે તે માટે સૂચના આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.