રખડતા ઢોરનો આતંક:જામનગરમાંથી વધુ 26 રખડતા ઢોરને મનપાએ પકડી પાડ્યા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 745 ઢોરને અમદાવાદ પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા
  • ઢોર પકડવાની સતત કામગીરી છતાં પણ ત્રાસ યથાવત

જામનગરમાંથી વધુ 26 રખડતા ઢોરને મનપાએ પકડી પાડયા છે. 745 ઢોરને અમદાવાદા પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા છે. શહેરમાં ઢોર પકડવાની સતત કામગીરી છતાં ત્રાસ યથાવત રહેતા અનેક સવાલ ઉઠયા છે.

શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ભટકતા ઢોરોનો ત્રાસ દૂર કરવા મહાનગરપાલિકાની 4-ટીમ મારફત ત્રણ શિફટમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઢોરો પકડવાની ઝુંબેશ ચાલી રહી છે. જે અંતર્ગત વધુ 26 ઢોરને પકડવામાં આવ્યા છે. ચાલુ વર્ષે કુલ-2229 ઢોરોને પકડવામાં આવેલ છે.

કુલ-745 ઢોરોને અમદાવાદ સ્થિત ગોપાલ કૃષ્ણ જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, પાંજરાપોળમાં મોકલી દેવામાં આવ્યા છે. ઢોર માલિકોને પોતાના માલિકીના ઢોરને જાહેર રોડ રસ્તા ઉપર ન છોડવા તાકીદ કરવામાં આવી છે.

જો કોઈ ઢોર માલિક સ્વૈચ્છાએ પોતાની માલિકીના ઢોરને મહાનગરપાલિકા હસ્તકના ઢોર ડબા ખાતે મુકવા માંગતા હશે તો તેઓને વિના મુલ્યે આ સેવા ઉપલબ્ધ કરવામાં આવશે. જાહેરમાં ઘાસચારો વેંચાણ કરવા તથા લીલો કે સુકો ઘાસચારો ખવડાવવો અથવા ખવડાવવા દેવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છેકે, જામનગર શહેરમાં રખડતા ઢોરનો આતંક વર્ષો જુનો છે અને શહેરની જનતા પણ આ સમસ્યાથી ત્રસ્ત છે. આમ છતાં તેનો કોઇ ઉકેલ આવતો નથી.

અન્ય સમાચારો પણ છે...