અગમચેતી:શહેરમાં તળાવની પાળે મ્યુઝિયમના પુલમાં લાકડાનો જોખમી ભાગ મનપાએ બદલાવ્યો

જામનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબી જેવી દુર્ધટના આકાર ન બને તે માટે ભાસ્કરે તંત્રને ચેતવ્યું હતું

જામનગરમાં તળાવની પાળે મ્યુઝિયમના પુલમાં લાકડાનો ભાગ જોખમી બન્યો હતો. વરસાદ અને તાપના કારણે લાકડું નબળું અને લાકડામાં કાણું પડી ગયું હતું. આથી મોરબી જેવી દુઘર્ટનાની ભીતિ ઉભી થઇ હતી. આ જોખમી ભાગ મનપાએ બદલાવી રંગરોગાન કર્યું છે.

જામનગરમાં તળાવની પાળે મહાનગરપાલિકા દ્રારા કરોડોના ખર્ચે બ્યુટીફીકેશન કરવામાં આવ્યું છે. તળાવની પાળની અંદર આવેલા મ્યુઝિયમમાં જવા માટે પુલ છે. આ પુલમાં વચ્ચે લાકડાનો નાનો પુલ છે. આ પુલનું લાકડું વરસાદ અને તાપના કારણે સડી ગયું હતું. આટલું જ નહીં લાકડાના પુલમાં કાણું પણ પડી ગયું હતું.

લાકડાનો પુલ જોખમી બન્યાનો અહેવાલ દિવ્યભાસ્કરે પ્રકાશિત કર્યો હતો. જેના પગલે મનપાએ તાકીદે આ લાકડાના પુલનું લાકડું બદલાવી તેને રંગરોગાન કર્યું હતું. આથી પુલ પરનો અકસ્માતનો ખતરો ટળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...