• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Manpa Caught Stray Cattle From Different Areas Of Jamnagar City, Cattle Owners Ransacked The Cattle Box And Released 162 Cattle In One Night!

પશુપાલકોની દાદાગીરી:જામનગર શહેરના અલગ અલગ વિસ્તારમાંથી મનપાએ રખડતા ઢોર પકડ્યા, પશુમાલિકો એક જ રાતમાં ઢોરના ડબ્બામાં તોડફોડ કરી 162 પશુ છોડાવી ગયા!

જામનગર21 દિવસ પહેલા
  • સોનલનગર વિસ્તારમાં આવેલા મનપાના ઢોરના ડબ્બામાંથી પશુઓ છોડાવી ગયા
  • મહાનગરપાલિકાએ પશુમાલિકો સામે ગુનો નોંધાવવા તજવીજ હાથ ધરી

જામનગર મહાનગરપાલિકા દ્વારા સોનલ નગર વિસ્તારમાં એક મહિના પહેલા ઢોરનો ડબ્બો બનાવવામાં આવ્યો હતો ત્યાં લંપીગ્રસ્ત ગાયોની સારવાર તથા શહેરમાંથી રખડતા ઢોર પકડવામાં આવ્યા હોય તેને રાખવામાં આવતા હતા.

જામનગર શહેરમાં રાખડતા ઢોરની સમસ્યાને લઈને મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી અને જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ શહેરમાં ઢોર માલિકોને ચેતવણી આપી હતી. તેમજ પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે શહેરમાં મુખ્ય માર્ગો પર તેમજ મુખ્ય રસ્તા પર ઢોર એકત્ર થાય છે તેવા વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાનગરપાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે ઢોર પકડવાની કામગીરી શરૂ કરી હતી.રખડતા ઢોર પકડ્યા બાદ મનપાએ સોનલનગર પાસે બનાવવામાં આવેલા ઢોરના ડબ્બામાં રાખવામાં આવ્યા હતા. જ્યાંથી ગતરાત્રિએ 50 જેટલા પશુપાલકો ઢોરના ડબ્બાની ફેન્સિંગ તોડી 162 પશુઓને છોડાવી જતા ચકચાર મચી છે.

ગુજરાત રાજયના તમામ શહેરોમાં જાહેર રસ્તા ઉપર બિનવારસુ ઢોરોના નિયંત્રણ માટે નામ. હાઈકોર્ટના હુકમ મુજબ જામનગર મહાનગરપાલિકા તથા પોલીસ વિભાગની સંયુકત ટીમો મારફત હાલે જામનગર શહેરમાં રાઉન્ડ ધી કલોક ત્રણ શિફટમાં ઢોર પકડવાની કામગીરી ઝુંબેશ સ્વરૂપે કરવામાં આવે છે. જેમાં આ પકડાતા ઢોરોને પોલીસ હેડ કવાર્ટસ પાછળ, સોનલ નગર સ્થિત ઢોર ડબ્બા ખાતે રાખવામાં આવે છે. ગત મોડીરાત્રીના આશરે 12.00 કલાક પછી 50 જેટલા માલધારીઓ દ્વારા ગેરકાયદેસર મંડળી રચી, સોનલ નગર ખાતે ધસી આવેલ અને રાખવામાં આવેલ ઢોરોના બેરીકેટીંગની તોડફોડ કરવામાં આવતા, ઢોરોની જાહેર રસ્તા ઉપર નાસભાગ થયેલ, જેમાં 162 જેટલા પકડવામાં આવેલ ઢોરો ભાગી ગયેલ. આમ, બનાવ પગલે પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયેલ. પરંતુ માલધારીઓ ઘટના સ્થળેથી નાસી છુટેલ હોય, જામનગર મહાનગરપાલિકા ધ્વારા આ તમામ અજાણ્યા માલધારીઓ વિરૂધ્ધ પોલિસ ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...