• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Manish Kataria, Chairman Of Manpa St. Committee, Congratulated Dhaval Nanda, The Newly Appointed Opposition Leader Of Jamnagar Manpa.

શુભેચ્છા:જામનગર મનપાના નવ નિયુક્ત વિપક્ષ નેતા ધવલ નંદાને મનપા સ્ટે.કમિટીના ચેરમેન મનીષ કટારીયાએ શુભેચ્છા પાઠવી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર મહાનગરપાલિકાના વિપક્ષી નેતા તરીકે ધવલ નંદા ની નિમણૂક કરવામાં આવી હતી. નિમણૂક થયા બાદ મહાનગરપાલિકાના શાસક પક્ષના પદ અધિકારીઓ દ્વારા વિપક્ષ નેતાને વિરોધ પક્ષ ઓફિસમાં જઈને શુભેચ્છા પાઠવી હતી.

જ્યારે હંમેશા માટે મહાનગરપાલિકાના પ્રશ્નોમાં વિરોધ પક્ષ ઉગ્ર વિરોધ કરતી હોય ત્યારે સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા ઓફિસમાં જઈને શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને શાસક અને વિપક્ષ વચ્ચે લોકોના પ્રશ્નો માટે તંદુરસ્તા જળવાઈ રહે તેનો ઉત્તમ ઉદાહરણ પણ આજરોજ વિરોધ પક્ષ કાર્યાલયમાં જોવા મળ્યું હતું. જ્યારે નવ નિયુક્ત વિરોધ પક્ષ નેતા ની નિમણૂક કરવામાં આવી હતી ત્યારે મહાનગરપાલિકાના સ્ટે.કમિટીના ચેરમેન મનીષ કટારીયા કોર્પોરેટર કિશનભાઇ વિનોદ ખીમસુરીયા તેમજ મહાનગરપાલિકાના ઈ.ડેપ્યુટી કમિશનર ભાવેશ જાની દ્વારા વિપક્ષ નેતાને શુભેચ્છા મુલાકાત કરી શુભેચ્છા પાઠવી હતી

જયારે જામનગર શેહરીજનો માટે શાસક અને વિપક્ષ આવી રીતે જ લોકોના પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે તંદુરસ્તા દાખવે. જ્યારે મહાનગરપાલિકાની વિરુદ્ધ પક્ષ કાર્યલયમાં આજે તંદુરસ્ત રાજકારણના પણ દ્રશ્યો જોવા મળ્યા તેમાં ટ્રેનીંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા એ નવનિયુત વિપક્ષ નેતા ધવલ નંદાને વિપક્ષ નેતા બનવા બદલ શુભેચ્છા પાઠવી.

અન્ય સમાચારો પણ છે...