આદેશ:કલ્યાણપુર પંથકની સગીરાના અપહરણ, દુષ્કર્મ કેસમાં શખસને 10 વર્ષની કેદ સજા

ખંભાળિયા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભોપલકાના રહીશે પોણા પાંચ વર્ષ પૂર્વે અપહરણ કરીને દુષ્કૃત્ય આચર્યુ હતું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં રહેતા એક પરીવારની સગીર વયની પુત્રીને પોણા પાંચેક વર્ષ પુર્વે લલચાવી ફોસલાવી તેનુ અપહરણને કરી દુષ્કર્મ આચરવાના પ્રકરણમાં ભોપલકાના આરોપીને સ્પે. પોકસો કોર્ટએ તકસીરવાન ઠરાવી દશ વર્ષની કેદ તથા દંડનો હુકમ કર્યો છે. મળતી વિગત અનુસાર દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં રહેતા એક પરીવારની સગીર વયની પુત્રીને ભોપલકા ગામનો રહીશ રમેશ ઉર્ફે લાલો જેઠાભાઇ રાઠોડ નામનો શખ્સ લગભગ પોણા પાંચેક વર્ષ પુર્વે અપહરણ કરી લઇ ગયાની ફરીયાદ ભોગગ્રસ્તના પિતાએ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવી છે.જેના આધારે પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.જે તપાસ દરમિયાન પોલીસે આરોપી શખ્સની ધરપકડ કરી તબીબી તપાસણી બાદ દુષ્કર્મ અને પોકસો એકટનો પણ ઉમેરો કર્યો હતો.

જે કેસમાં તપાસ પૂરી થતાં પોલીસે આરોપી સામે નામદાર સેશન્સ અદાલત-ખંભાળિયામાં ચાર્જશીટ રજૂ કર્યુ હતુ જે કેસ ચાલી જતા 15 સાહેદોની તપાસ,ભોગગ્રસ્ત અને ફરીયાદની જુબાની,વય અંગેનો તલાટીનો દાખલો,મેડીકલ પુરાવા સાથે સરકારી વકીલ લાખાભાઇ ચાવડા દ્વારા કરાયેલી ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી રમેશ ઉર્ફે લાલો રાઠોડને કલમ -363 મુજબના ગુન્હા હેઠળ 2 વર્ષની સખત કેદની સજા અને રૂ.2000 દંડ અને જો દંડ ન ભરે તો 2 માસની સાદી કેદની સજા તથા કલમ 366 હેઠળ 3 વર્ષની સખત કેદની સજા અને રૂ .3000 દંડ જો દંડ ન ભરે તો 6 માસની સાદી કેદની સજા તેમજ સ્પે.પોકસો એક્ટની કલમ 4, 6 અને 12 હેઠળ 10 વર્ષની સખત કેદની સજા અને રૂ. 10000 દંડ અને જો દંડ ન ભરે તો 1 વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...