દારૂ ઝડપાયો:હાપા માર્કેટીંગ યાર્ડ પાસેથી એક શખ્સ ઈંગ્લીશ દારૂની 1200 બોટલ સાથે ઝડપાયો, સપ્લાય કરનારા બે શખ્સોની શોધખોળ શરૂ

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાનથી જામનગરમાં દારૂ લાવવામાં આવી રહ્યો હતો

જામનગર શહેરમાં રાજસ્થાનથી એક વાહન મારતે ઇગ્લિશ દારૂનો મોટો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે ગઇકાલે મોડી રાત્રે પોલીસે દરોડો પાડી હાપા માર્કેટિંગ યાર્ડ રોડ પરથી 1200 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ સાથે વાહન કબજે કરી એક શખ્સ ની અટકાયત કરી લેવામાં આવી. હતી.જામનગરના સીટી એ ડિવિઝનના પીઆઈ એમ.જે જલું અને પી.ઍસ.આઇ. એમ.વી. મોઢવાડિયા તથા તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે રાજસ્થાનથી ઇંગ્લિશ દારૂની બાટલીનો મોટો જથ્થો મોડી રાત્રે જામનગરમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે માર્કેટીંગ યાર્ડ રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. જે દરમિયાન જી.જે.-27 એકસ 6420 નંબરનું વાહન ત્યાંથી પસાર થતાં પોલીસે તેને અટકાવીને તલાસી લીધી હતી.

તપાસ દરમિયાન 1209 નંગ ઈંગ્લીશ દારૂની બાટલનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂનો જથ્થો તેમજ વાહન સહિતનો મુદ્દામાલ કબજે કરી ભગીરામ શ્રીરામ ગૌધરા શ્રીનાંઇ નામના શખ્સની અટકાયત કરવામાં આવી હતી. દરમ્યાન તેની પુછપર કરતા દારુનો આ જથ્થો મહેશ પુનામારામ કુરાડા તેમજ રાહુલ હરિરામ ખીચડ નામના રાજસ્થાનના અન્ય બે બુટલેગરે મોકલાવ્યો હોવાનું ખૂલતા પોલીસે તે બંનેને ફરારી જાહેર કર્યાં છે, અને તપાસનો દોર રાજસ્થાન સુધી લંબાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...