પોલીસનો દરોડો:શહેરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે શખસ ઝડપાયો

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રૂ. 5250ની 35 ફીરકી પોલીસે કબ્જે કરી
  • વારાહી ડેરી એન્ડ સીઝન સ્ટોર્સમાં દરોડો

જામનગરમાં દિગ્વિજય પ્લોટમાં વારાહી ડેરી એન્ડ સીઝન સ્ટોર્સમાં દરોડો પાડી પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની 35 ફીરકી સાથે શખસને પકડી પાડયો છે. પોલીસે રૂ.5250 ની મતા કબ્જે કરી છે. જામનગરમાં ઉતરાયણ પર્વને અનુલક્ષીને ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે.

આમ છતાં શહેરમાં ચાઇનીઝ દોરીનું દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં વેચાણ થતું હોવાની બાતમી પોલીસને મળી હતી. આથી પોલીસે દિગ્વિજય પ્લોટ-54 માં આવેલી વારાહી ડેરી એન્ડ સીઝન સ્ટોર્સમાં દરોડો પાડયો હતો.

જેમાં ચંદ્રકાન્ત ઉર્ફે ચંદન તુલસીભાઇ ગોરી(ઉ.વ.46) (રે.ખોડીયાર હાઉસીંગ સોસાયટી) ના કબ્જામાંથી ચાઇનીઝ દોરીની 35 ફીરકી મળી આવી હતી. આથી પોલીસે રૂ.150 ની એક ફીરકી મળી કુલ રૂ.5250 ની મતા કબ્જે કરી ચંદનની અટકાયત કરી તેની સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...