ચોરીનો ભેદ ઉકેલાયો:જામનગર શહેરમાંથી એક્ટીવા તેમજ ત્રણ ચોરાઉ મોબાઈલ સાથે શખ્સ ઝડપાયો

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાંથી એક્ટિવા તથા મોબાઈલની ચોરી કરનાર શખ્સને સીટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે ઝડપી લીધો હતો. પોલીસે મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ જામનગરના વિસ્તારમાંથી તાજેતરમાં એક્ટિવા અને મોબાઈલની ચોરી થઇ હતી, જેની ફરિયાદ થયા પછી પોલીસ દ્વારા શરૂ કરાયેલી તપાસમાં સિટી-એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પીઆઈ એમ.બી. ગજ્જરની સૂચના અને પીએસઆઈ બી.એસ. વાળાના વડપણ હેઠળ વોચ રાખી લાલપુર બાયપાસ ચોકડી વાળા રોડ પરથી લાલપુરમાં ચાર થાંભલા પાસે રહેતો હુશેન ઉર્ફે ટાઇગર ફારૂકભાઈ પટેલ નામના શખ્સને સીટી એ સર્વેલન્સ સ્ટાફના શૈલેષભાઈ ગઢવી, મહેન્દ્રભાઈ પરમાર અને યોગેન્દ્રસિંહ સોઢાએ બાતમીના આધારે અટકાયતમાં લીધો હતો. આ શખ્સ પાસે રહેલા જીજે-10-સીક્યુ 5958 નંબરના એક્ટિવા અંગે પૂછપરછ કરાતા તેણે આ વાહન ચોર્યાની કબૂલાત આપી છે. તેમજ અન્ય ત્રણ મોબાઈલની ચોરી કરી હોવાની કબૂલાત આપતા પોલીસે એક્ટિવા અને ત્રણ મોબાઈલ સહિત રૂ. 71,490નો મુદામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...