જામનગરમાં ત્રણ દિવસ પહેલાં એક ધાર્મિક સ્થાનની દાન પેટીમાંથી ચોરી થઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ હતી. જે બનાવમાં પોલીસે ચોરને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરના સૈતાવાડ વિસ્તારમાં અવેડિયા મામાની જગ્યા આવેલી છે. જે ધાર્મિક સ્થળની દીવાલમાં રાખવામાં આવેલી દાન પેટીને આજથી 3 દિવસ પહેલાં રાત્રિના સમયે કોઇ તસ્કરે નિશાન બનાવી લીધી હતી, અને દાનપેટી તોડી અંદરથી પરચૂરણની રકમ ચોરી કરી ગયા હતા.
આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવાયા પછી સીટી એ. ડિવિઝન પોલીસે શહેરના બર્ધન ચોક વિસ્તારમાં રહેતા ઝાકીર હુસેન ઉર્ફે બાપુ મહંમદ હુસેનભાઈ કાદરી નામના શખ્સને પકડી પાડયો છે, તેના કબજામાંથી રૂપિયા 900ની પરચુરણ રકમ કબજે કરી લીધી છે. ઉપરોક્ત શખ્સ ચોરી કરીને ભાગ્યો હતો. જેનુ સીસીટીવી કેમેરામાં વર્ણન મળી આવ્યા પછી પોલીસે આરોપીને શોધી કાઢ્યો છે, અને ચોરીનો ભેદ ઉકેલી નાખવામાં સફળતા મળી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.