જામનગર શહેરમાંથી એક મોટર સાયકલની ચોરી કરનાર શખ્સને સિટી બી ડિવિઝન પોલીસે પકડી પાડયો છે. આ તસ્કરની પાસેથી પોલીસે ચોરાયેલું બાઇક પણ કબજે લીધું છે. આ શખસ નવાગામ ઘેડનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી તાજેતરમાં મોટરસાયકલની ચોરી થઈ હતી. તેની ફરિયાદ નોંધાવાયા પછી પોલીસ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં સિટી બી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફના ધર્મેન્દ્રસિંહ એન. જાડેજા, દેવેન ત્રિવેદી, હિતેષ સાગઠીયાને બાતમી મળી હતી કે ચોરાઉ મોટરસાયકલ સાથે એક શખ્સ બેડેશ્વર ઓવરબ્રીજ નીચે ઉભો છે. તે બાતમીથી પીઆઈ કે.જે. ભોયેને માહિતગાર કરાયા હતાં.
પીએસઆઈ સી. એમ. કાંટેલીયાના વડપણ હેઠળ ૫ોલીસે ત્યાંથી નવાગામઘેડના અમૃત લાલ માધુભાઈ મકવાણા ઉર્ફે અમુ કોળી નામના શખસની અટકાયત કરી તેના કબ્જામાંથી જીજે-10સીપી 4030 નંબરનું મોટર સાયકલ કબ્જે લીધું છે. આ વાહન તેણે ચોર્યાની પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.