તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ભાણવડમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાે શખ્સ ઝડપાયો, રોકડ કબજે

જામનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મોબાઈલમાં આઈડી બનાવી તેના માધ્યમથી સટ્ટો રમતો હતો: પોલીસ દ્વારા તપાસ

ભાણવડમાંથી પોલીસે ક્રિકેટનો સટ્ટો રમતા શખસને રંગેહાથે ઝડપી પાડ્યો હતો. મોબાઇલમાં એક આઇડીનાઆધારે સટ્ટો રમતા પોલીસે મોબાઇલ પણ જપ્ત કર્યો હતો. જ્યારે દ્વારકામાં જુગાર રમતા બેને પોલીસે પકડી પાડ્યા હતા.ભાણવડના દરિયાલાલ ચોકમાં એક શખસ પોતાના ફોનમાં ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલ ભારત અને ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ વચ્ચેના ટી-20 મેચમાં સટ્ટો રમતા હોવાની ભાણવડ પોલીસને બાતમી મળી હતી.

જેના આધારે દર્શન છોટુભાઇ રૂપારેલ નામના શખસને કુલ રૂ.2300 સાથે પકડી પાડી મોબાઇલ કબ્જે કર્યો હતો.જ્યારે દ્વારકામાં રબારી ગેટ પાસેથી વિરાભા દેવાભા જગતીયા અને રવિ ભીમસંગભા ગોહિલ નામના બે શખસોને ચલણી નોટો પર એકી-બેકી બોલી જુગાર રમતા રંગેહાથે ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો