જામનગરમાં દારૂના ગુનામાં નાસ્તા-ફરતા રીઢા ગુનેગારને પોલીસે ગેરકાયદેસર મઝલ લોડ ગન સાથે લહેર તળાવ પાસે આટા ફેરા કરતાં બાતમીના આધારે ઝડપી લીધો હતો અને તેને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે. જામનગર તાલુકાના નાઘેડી ગામમાં દ્વારકાધીશ ડેરી પાસે શીવમ સોસાયટીમાં રહેતો અને દારૂના ગુનામાં નાસતો-ફરતો કુલદીપસિંહ ઉર્ફે લાલો હીંગલી નટુભા પરમાર નામનો શખસ ગેરકાયદેસર મઝલ લોડ ગન હથીયાર સાથે લહેર તળાવ પાસે આટાંફેરા કરતો હોવાની પંચકોશી બી ડિવિઝનને બાતમી મળી હતી.
જે બાતમીના આધારે પીએસઆઈ જે.ડી. પરમારે સ્ટાફ સાથે કોર્ડન કરીને આરોપી કુલદીપસિંહ ઉર્ફે લાલો ઢીંગલીને ઝડપી લીધો હતો. તેના કબ્જામાંથી દેશી બનાવટના લોખંડના સીંગલ બેરેલવાળી મઝલ લોડ ગન અગ્નીશસ્ત્ર હથીયાર કબ્જે કર્યું હતું. તેની સામે ગુનો નોંધીને ધરપકડ કરી હતી. પ્રાથમિક પોલીસ તપાસ દરમિયાન સકંજામાં સપડાયેલો આ શખસ પંચકોશી બી ડિવિઝનના દારૂના ગુના ઉપરાંત સીક્કાના 3 ગુનામાં પણ નાસતો-ફરતો હતો. જેની પૂછપરછ સાથે વધુ તપાસના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.