ચાઈલ્ડ પોર્નોગ્રાફી:જામનગરમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી કરનારા શખ્સની ધરપકડ, યુવકના મોબાઈલમાં પોર્નોગ્રાફીને લગતા એડલ્ટ વીડિયો મળી આવ્યાં

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે મોબાઇલ કબજે લઈ આરોપી સામે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી
  • સગીર વયના બાળકોના એડલ્ટ ફોટા કે વીડિયો મોબાઇલમાં રાખવા તે ગુનાને પાત્ર છે

જામનગરમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી કરવા બદલ ગોકુલનગર વિસ્તારના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને એક શકમંદ યુવક પાસેથી ચાઇલ્ડ પોર્નોગ્રાફી ટીપ્સમાં દર્શાવેલો મોબાઇલ મળી આવ્યો હતો. જે મોબાઇલ ચેક કરતા તેમાંથી ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લગતા એડલ્ટ વીડિયો મળી આવ્યા હતા. જેથી પોલીસે આ શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર જિલ્લામાં સાયબર ક્રાઇમ તેમજ સોશિયલ મીડિયાને લગતા ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા તા18/06/2021થી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન કાર્યરત છે. જે અનુસંધાને પોલીસ અધિક્ષક સી.આઇ.ડી.ક્રાઇમ ગાંધીનગર તથા પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટનાઓની કચેરી તરફથી બાળકોને લગતા એડલ્ટ ગુનાઓ અટકાવવા માટે તેમજ જરૂરી તપાસ કાર્યવાહી સારૂ ચાઇલ્ડ પોર્નોગ્રાફીની ટીપ્સ અત્રે ખાતે તપાસમાં મોકલવામાં આવે છે.

આ બાબતે પોલીસ ઇન્સપેકટર કે.એલ.ગાધે એ ચાઇલ્ડ પોર્નોગ્રાફી ટીપ્સની કામગીરી કરવા તેમજ યોગ્ય કાર્યવાહી કરવા સુચના આપી હતી. જે અનુસંધાને ચાઇલ્ડ પોર્નોગ્રાફી ટીપ્સમાં દર્શાવેલા શકમંદ વ્યકિત ધર્મેશ અશોકભાઇ પરમાર રહે- ગોકુલનગર જામનગર વાળાના ઘરે રૂબરૂ જઈ તપાસ કરવામાં આવી હતી.

આ શકમંદ પાસેથી ચાઇલ્ડ પોર્નોગ્રાફી ટીપ્સમાં દર્શાવેલો મોબાઇલ મળી આવ્યો હતો. જે મોબાઇલ ચેક કરતા તેમાંથી ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લગતા એડલ્ટ વીડિયો મળી આવ્યા હતા. જે બાબતે શકમંદનો મોબાઇલ કબજે લઇ આગળ તપાસ માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે આઇ.ટી.એકટ કલમ 67 બી મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી સામે ધોરણસર કાર્યવાહી કરવા આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવી છે.

સગીર વયના બાળકોના એડલ્ટ ફોટા કે વીડિયો મોબાઇલમાં રાખવા કે સોશિયલ મીડિયામાં જેવા કે ફેસબુક, મેસેન્જર,ઇન્સ્ટાગ્રામ, વોટસએપ કે અન્ય કોઇ એપ્લીકેશનના માધ્યમથી અન્ય કોઇ વ્યકિતને મોકલવા કે શેર કરવા તે ગુનાને પાત્ર છે.

અન્ય સમાચારો પણ છે...