નિમણૂંક:જામનગર મનપાના એએમસીનો ચાર્જ મામલતદાર પંડ્યાને સોંપ્યો

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારે વિવાદ અને રાજકીય ખેંચતાણ વચ્ચે કમિશનરની ‘રોન’

જામનગર મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની બદલી થતાં તેમની જગ્યા પર કોઈની નિમણૂંક ન થતાં ચાર્જ મેળવવા માટે મહાપાલિકામાં ધમાસાણ મચ્યું હતું અને ભારે વિવાદ ઉભો થયો હતો જેમાંથી વચલો રસ્તો કાઢી કમિશનરે મધ્યાહન ભોજનના મામલતદારને એએમસીનો ચાર્જ આપી આખા પ્રકરણ પર ઠંડુ પાણી રેડી દીધું છે.

જામનગર મહાપાલિકાના આસી. મ્યુનિ. કમિશનર ભાર્ગવ ડાંગરની અમરેલી બદલી થતાં તેમની ખાલી પડેલી જગ્યા પર કોઈ નિમણૂંક ન થતાં એએમસીનો વહીવટ અને ટેક્સનો ચાર્જ મેળવવા માટે મહાપાલિકાના બે અધિકારીઓ વચ્ચે ભારે હોડ જામી હતી જેમાં રાજકીય આગેવાનોએ પણ રસ લઈ પોતાના માનીતાઓને ચાર્જ આપવા માટે તમામ દાવ અજમાવી લીધા હતા, પરંતુ મ્યુનિ. કમિશનર વિજય ખરાડીએ બુદ્ધિપૂર્વક તમામ અધિકારીઓના નામ પર ચોકડી લગાડી મધ્યાહન ભોજનના મામલતદાર પંડ્યાએ એએમસીનો ચાર્જ આપી પ્રકરણ પર પૂર્ણવિરામ મૂકી દીધુ છે.

અન્ય સમાચારો પણ છે...