મતદાન જાગૃતિ અભિયાન:જામનગરમાં મોલના મલ્ટી સ્ક્રીન ટી.વી. સ્ટોરમાં મતદાર જાગૃતિ અંગેના વીડિયો પ્રસારીત કરી મતદારોને જાગૃત કરાયા

જામનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં મતદાન પ્રત્યે નાગરિકોમાં વધુમાં વધુ જાગૃતિ પ્રસરે તેમજ જામનગરના દરેક નાગરિકો અચૂક મતદાન કરે તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારઘીના માર્ગદર્શન હેઠળ અવસર રથ, મતદાર જાગૃતિ રેલી, નિબંધ સ્પર્ધા, માનવ સાંકળ, વકતૃત્વ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, શેરી નાટક, સેલ્ફી પોઇન્ટ, સિગ્નેચર કેમ્પેઈન સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

શહેરીજનોએ અચૂક મતદાન કરવા અંગેની પ્રેરણા લીધી
આજરોજ સ્વિપ એક્ટિવિટી અંતર્ગત જામનગર શહેરના ક્રિસ્ટલ મોલ ખાતે આવેલ મલ્ટી સ્ક્રીન ટી.વી. સ્ટોરમાં મતદાર જાગૃતિ અંગેના વીડિયો પ્રસારીત કરી લોકો વધુમાં વધુ મતદાન કરવા પ્રેરાય તે માટેની મતદાર જાગૃતિ અંગેની પ્રેરક પહેલ જામનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. જેને સ્ટોરની મુલાકાતે આવતા શહેરીજનોએ રસપૂર્વક નિહાળી અચૂક મતદાન કરવા અંગેની પ્રેરણા લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...