તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં યૌન શોષણનો મામલો:હોસ્પિટલના ડોક્ટરે યુવતીઓના સમર્થનમાં કહ્યું- આ બધી વાત સાચી છે, 8 મહિનાથી આ ધંધા ચાલે છે, બધાના નામ હું જાણું છું

જામનગર2 મહિનો પહેલા
મહિલા એટેન્ડન્ટના આક્ષેપોના સમર્થનમાં આવ્યા પુરુષ તબીબ
  • ગરીબ ઘરની અને ડાઈવોર્સી યુવતીઓનો લાભ ઉઠાવતા- તબીબ
  • હોસ્પિટલમાં અનેક યુવતીઓનું ટોળકી દ્વારા શોષણ કરાયું- તબીબ
  • આ લોકોના પોલીસથી પોલિટિશ્યન સુધી સંબંધ છે- તબીબ

જામનગરની કોવિડ હોસ્પિટલમાં મહિલા એટેન્ડન્ટ દ્વારા સુપરવાઈઝર પર લગાવાયેલા કથિત યૌન શોષણના આરોપ બાદ હવે એક તબીબ પણ મહિલા એટેન્ડન્ટના સમર્થનમાં આવ્યા છે. HR અને એડમીન ઓફિસના સ્ટાફ દ્વારા મહિલા એટેન્ડન્ટનું શોષણ થતું હોવાનો આક્ષેપ કરાયો છે. તબીબ દ્વારા નામજોગ આક્ષેપ કરાતા ખળભળાટ મચ્યો છે. જો પોતાની પ્રાયવસી જળવાઈ રહે તો તબીબે કલેકટરે નિમેલી કમિટી સમક્ષ પોતાનું નિવેદન આપવા પણ તૈયારી બતાવી છે. મીડિયા સમક્ષ તબીબ દ્વારા કરવામા આવેલી શબ્દશઃ વાતચીત આ મુજબ છે.

જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલ
જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલ

તબીબ- અત્યારે તમે જીજી હોસ્પિટલના જે ન્યૂઝ સાંભળો છો તે સત્ય છે. ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે મને ખબર છે. એમાંથી હું કહું છું કે, HR ઓફિસમાં છે HR સુપરવાઈઝર તે આપણે HR મેનેજર કહીએ એલ.બી.પ્રજાપતિ, તેમના ફ્રેન્ડ પારસ રાઠોડ, રવી ડેર, નંદન અને એક ફિમેલ દિવ્યા કટારિયા છે. એ લોકો આવી રીતે ગર્લ્સનું શારીરિક શોષણ કરતા હતા.એ લોકો કોઈ એવી ગર્લ્સ હોય કે તેને, તેના માટે જબરદસ્તી કરે તમારે અહીં જોબ કરવી હોય તો મારા જોડે આવા રિલેશન રાખવા જોશે.કોઈ ગરીબ ઘરમાંથી આવતા હોય, કોઈ મજબૂરીથી આવતા હોય તો ઘણી ગર્લ્સ તેમના તાબે થઈ જતી હતી

તે લોકો તેમનો એક ફ્રેન્ડ છે તેમાં કાઉન્સિલ તરીકે નિલેશ બથવાર કરીને તેમના રૂમમાં લઈ જતા હતા, જે શરૂ સેકશન રોડ પર આવાસ કોલોની આવાસના રૂમ છે તેમાં તેમનું શારીરિક શોષણ કરતા હતા.

જે બધા ગર્લ્સના એ લોકોએ આવેદન લીધા છે આજે કે અમારી જોડે આવું નથી થયું, અમારી જાણમાં નથી આવ્યું. તો એ બધા એ જ છે કે જેઓ એમના કોન્ટેક્ટમાં છે.અને બીજુ કે એ લોકોને જ્યારે બોલાવવામા આવ્યા ત્યારે પર્સનલી બોલાવવામા નહોતા આવ્યા. બધાને એકીસાથે બોલાવવામા આવ્યો તો કોઈપણ ગર્લ્સ બધાની સાથે કબૂલી ના શકે કે મારી સાથે આવું થયુ છે. અને એટલા માટે તેઓ ચૂપ છે. લેખિતમાં આપી દે છે કે મારી સાથે કંઈ નથી થયું, કારણ કે બધાને ત્યાં જોબ કરવી છે.

તપાસ કમિટી મહિલા એટેન્ડન્ટના નિવેદન લેશે
તપાસ કમિટી મહિલા એટેન્ડન્ટના નિવેદન લેશે

પ્રશ્ન- કમિટી તમને નિવેદન માટે બોલાવે તો તમે જશો ખરા?

તબીબ- એના પર ડીપેન્ડેડ રહેશે કે મારી પ્રાયવસી કેટલી સચવાયેલી રહેશે. મારી પહેલી પ્રાયોરિટી મારી પ્રાયવસી છે. એ લોકો વધારો કોન્ટેક્ટ વાળા છે.

પ્રશ્ન - આ પ્રકારનું કેટલા ટાઈમથી ચાલી રહ્યું હતું?

તબીબ-મારા ધ્યાનમાં આવ્યું ત્યાંથી છ થી આઠ મહિના થઈ ગયા છે કે જે આ લોકો બધી પ્રવૃતિઓ કરે છે.

પ્રશ્ન- કેટલા લોકો આ માટે દબાણ કરતા હોય છે?
તબીબ- નામ સહિત મેં તમને આપી દીધું, તે પાંચથી છ જણા છે જે લોકો આ જ કામ કરે છે. બીજુ બધુ તો ઓફિસનું પછી. એમની જે ઓફિસ છે HRની અને એડમીનની ત્યાં કોઈ સીસીટીવી લગાવેલા નથી. અહીંના જે ડોકટર છે તેમને પણ એકવાર એલ.બી પ્રજાપતિ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. તેમને વોર્ન કરેલા હતા કે આ બધુ રહેવા દો છતા પણ એ કામ ચાલુ જ રહેલું છે.

પ્રશ્ન- કેટલા લોકો આમાં ભોગ બન્યા હોય શકે?
તબીબ- એકઝેટ આંકડો તો ના કહી શકાય પણ 60 થી 70 ખરા, પણ કોઈપણ ગર્લ્સ આમાંથી બહાર આવશે નહીં, કારણ કે તેમને પોતાની ઈજ્જત વધારે હોય, તેમના ઘરની ઈજ્જત વધારે હોય.જેમ કીધું એમ કોઈ ગરીબ ઘરમાંથી આવતી, કોઈ ડીવોર્સી હોય, ખાસ આવી જે છોકરીઓ હોય એમને મેઈન ટાર્ગેટ બનાવવામા આવતો હતો જે મજબૂર હોય.

પ્રશ્ન -એક પુરુષ તરીકે તમે જાણતા હતા તો અવાજ કેમ ના ઉઠાવ્યો?
તબીબ- ત્યારે એ જ વાંધો હતો કે હું એટલો પાવરફુલ નથી કે જેટલા એ લોકો છે.

પ્રશ્ન-સરકારી તંત્ર સહકાર નથી આપતું, તમારુ એવું કહેવું છે?
તબીબ- એવું હું નથી કહેતો કો સરકાર તે તંત્ર સપોર્ટ નથી કરતું, હું એકલો આ લડત ના લડી શકું. અત્યારે તમે લોકો આવ્યો, આજથી છ મહિના પહેલા તમને કે ત તો તમે લોકો આવત મારા પાસે, મને મેડમે સપોર્ટ કર્યો તમને બધાને બોલાવ્યા એટલે તમે આવ્યા છો.

પ્રશ્ન-તમે કહો છો કે તે લોકો વગદાર છે, તે કેવી વગ ધરાવે છે?
તબીબ- એ લોકોના કોન્ટેક્ટ સારા છે. ઘણા સમયથી એ લોકોના અલગ અલગ જગ્યાએ કોન્ટ્ર્ક્ટ હોય છે. એ લોકો પાવરફુલ છે જ્યારે હું નથી.

પ્રશ્ન- કઈ રીતના પાવરફૂલ છે?
તબીબ- એમના કોન્ટેક્ટ જે છે તે પોલિટિશ્યનથી લઈ પોલીસ સુધી બધે જ સારા છે.

અન્ય સમાચારો પણ છે...