તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:તળાવની પાળ પર બાલ્કનજી બારીવાળી જગ્યામાં બાળકો માટે સાયન્સ નોલેજ પાર્કનો માર્ગ મોકળો !

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાલાવડ અને લાલપુર રોડ પર ફાયર સ્ટેશન બનાવાશે, વેરા વળતર યોજનાની મુદત મહિનો વધારાઈ
  • જામનગરમાં પાણીની પાઇપલાઇન નેટવર્ક સહિતના કામો માટે રૂ.346.79 લાખનો ખર્ચ મંજૂર

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં તળાવની પાળ પર બાલ્કનજી બારીવાળી જગ્યામાં બાળકો માટે સાયન્સ નોલેજ પાર્ક બનાવવાની દરખાસ્તનો સૈધ્ધાંતીક સ્વીકાર કરાયો છે. કાલાવડ અને લાલપુર રોડ પર ફાયર સ્ટેશન બનાવવાના આયોજન કરાયું છે. બેઠકમાં શહેરમાં પાણીની પાઇપલાઇનના નેટવર્ક સહિતના કામો માટે રૂ.346.79 લાખનો ખર્ચ મંજૂર કરાયો છે.

મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ગુરૂવારે ચેરમેન મનિષ કટારિયાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં નવનિયુકત કમિશ્નર તથા અન્ય અધિકારીઓ અને 11 સભ્ય હાજર રહ્યા હતાં બેઠકમાં કાલાવડ રોડ ઉપર ઈએસઆર પાસે તથા લાલપુર રોડ પર પમ્પ હાઉસમાં ફાયર સ્ટેશન બનાવવાની દરખાસ્તનો સૈદ્ધાંતિક સ્વીકાર કરાયો હતો. તળાવની પાળ પર બાલ્કનજી બારીવાળી જગ્યાને બાળકો માટે સાયન્સ નોલેજ પાર્ક તરીકે વિકસાવવાની દરખાસ્તનો પણ સૈદ્ધાંતિક સ્વીકાર કરાયો હતો.

ગાંધીનગર પાસે બ્રુકબોન્ડવાળી જગ્યાને લગત શનિવારી બજારવાળી ખુલ્લી જગ્યા અંગે ઝોન ચેન્જ કરવાની દરખાસ્ત મંજુર કરી સામાન્ય સભામાં મોકલવા નિર્ણય કરાયો હતો. જયારે મિકલત અને પાણીવેરામાં વળતર યોજનાની મુદત એક મહિનો વધારવામાં આવી છે.

સ્વર્ણમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ અંતર્ગત વોટર વર્કસ પાઇપલાઇનના નેટવર્કના કામ માટે ગુલાબનગર ઝોન વિસ્તારમાં રૂ.22.83 લાખ, શંકર ટેકરી ઝોનમાં રૂ.15.70 લાખ, બેડી-માધાપુર ભૂંગા ઝોનમાં રૂ.22.80 લાખ, રવિ પાર્ક ઝોનમાં રૂ.9.95 લાખ, જામનું ડેરૂ તથા પાબારી હોલ ઝોનમાં રૂ.20.50 લાખ, ગોકુલનગર ઝોનમાં રૂ.21.26 લાખ, પવનચક્કી ઝોનમાં રૂ.55.27 લાખ, સમર્પણ ઝોનમાં રૂ.15.27 લાખ, જ્ઞાનગંગા ઝોનમાં રૂ.7.61 લાખ, મહાપ્રભુજી બેઠક ઝોનમાં રૂ.10.56 લાખ, રણજીતનગર ઝોનમાં રૂ.16.30 લાખનો ખર્ચ મંજુર કરાયો હતો. વોટર વર્કસ શાખાના ઈએસઆર ઝોનમાં વાલ્વ રીપેરીંગ માટે બે વર્ષનો રૂ.29.75 લાખના ખર્ચને લીલીઝંડી અપાઈ હતી.

62.95 લાખના ખર્ચે રાજપૂત કન્યા છાત્રાલયથી બાયપાસને જોડતો સીસી રોડ બનશે
લાલપુર રોડ રાજપૂત કન્યા છાત્રાલયથી બાયપાસને જોડતા સીસી રોડ માટે રૂ.62.95 લાખનો ખર્ચ મંજૂર કરાયો છે. ડંકી વિભાગ માટે છકડોરિક્ષા ભાડે રાખવા બે વર્ષનો રૂ.3.79 લાખ, વોટર વર્કસ શાખાના કામો માટે માનવ શક્તિ પૂરી પાડવા વાર્ષિક રૂ.22.96 લાખના ખર્ચને મંજુરી અપાઈ હતી. રણજીતસાગર ડેમ ઉપર જંગલ કટીંગ, મોરમ પાથરવા બે વર્ષના રૂ.5.62 લાખ, વી.એમ.મહેતા કોલેજની કપાઉન્ડ વોલ બનાવવા તથા ગેઈટ બનાવવા રૂ.14.36 લાખનું ખર્ચ મંજૂર કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...