જામનગરમાં જૈન સમાજ દ્રારા ગુરૂવારે મહાવીર જંયતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ચાંદી બજાર દહેરાસરથી શોભાયાત્રા નીકળી હતી. જે માંડવી ટાવર, હવાઇચોક, પંચેશ્વર ટાવર, બેડી ગેઇટ, રણજીત રોડ થઇ ચાંદીબજાર ખાતે પૂર્ણ થઇ હતી. ભગવાનની પ્રતિમા સાથે વાજતે ગાજતે નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જૈન શ્રાવક અને શ્રાવિકાઓ જોડાયા હતાં.
આ પ્રસંગે જિનાલયોમાં ભગવાન મહાવીર સ્વામીને નયનરમ્ય આંગી કરવામાં આવી હતી. તદઉપરાંત વ્યાખ્યાન, પૂજા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં. સવારથી જિનાલયોમાં ભગવાન મહાવીર સ્વામીની પૂજા અને દર્શન કરવા ભાવિકો ઉમટી પડયા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.