ધરપકડ:પોલીસ સ્ટેશનમાંથી યુવક નાશી છૂટતા મહામહેનતે પકડ્યો !, યુવાન સામે તેના કુટુંબીઓએ ફરિયાદ કરી’તી

જામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતા એક યુવક સામે તેના કુટુંબીજનોએ અરજી કરી હતી જે અનુસંધાને પોલીસે તેને બપોરે પોલીસ મથકે લઈ આવી હતી અને અટક કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી તે દરમિયાન તે નાસી છૂટતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે તેનો પીછો કરીને તેને પકડી પાડ્યો હતો.

શહેરના બેડેશ્વરમાં રહેતા માનસિક અસ્થિર યુવાન સામે તેના કુટુંબીઓએ અરજી કરી હતી જે અરજીના અનુસંધાને સિટી-બી ડિવિઝન પોલીસ તેને પોલીસ મથકે લઈ આવી હતી અને તેને અટકાયતી પગલા ભરવાની કાર્યવાહી હાથ ધરી હતી તે દરમિયાન તે યુવક નાસી છૂટ્યો હતો અને ભાગીને એક ટ્રાવેલ્સની ઓફિસમાં ઘૂસી ગયો હતો. પોલીસે તેનો પીછો કરી મહામહેનતે તેને પકડી પાડી તેની સામે અટકાયતી પગલા ભર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...