તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:ધો.9-10ની સામાયિક, એકમ કસોટીના 80 ગુણ, આંતરિક મૂલ્યાંકનના 20 ગુણ ધ્યાને લેવાશે

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 17મી સુધીમાં વેબસાઇટ પર અપલોડ થશે
  • ધાે.10ની માર્કશીટ આ રીતે તૈયાર કરાશે.
  • જુલાઇના બીજા સપ્તાહમાં માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુણ અને પ્રમાણપત્રનું વિતરણ શરૂ થઇ જશે

કોરોના મહામારીના કારણે રાજયના શિક્ષણ વિભાગ દ્વારા ધો.10 માં પણ વિધાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે પરીક્ષા વગર ધો.10ની માર્કશીટ કેવી રીતે તૈયાર થશે તે સવાલ વિધાર્થીઓની સાથે વાલીઓમાં ઉઠયો છે. આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જામનગર સહિત રાજયના તમામ જિલ્લા શિક્ષણાધિકારીને ધો.10 ના નિયમિત વિધાર્થીઓના પરિણામ તૈયાર કરવા પરિપત્ર પાઠવ્યો છે.

જેમાં જણાવ્યાનુસાર ધો.9 અને 10ની સામાયિક, એકમ કસોટીના 80 ગુણ, આંતરિક મૂલ્યાંકનના 20 ગુણના આધારે ધો.10 ની માર્કશીટ તૈયાર થશે. ધો.10 નું પરિણામ તૈયાર કરવા શાળાના આચાર્યની અધ્યક્ષતામાં શાળાના વિષય શિક્ષકોની સમિતિની રચના કરવાની રહેશે. દરેક શાળાએ તૈયાર કરેલું પરિણામ બોર્ડની વેબસાઇટ પર 17 જૂન સુધીમાં અપલોડ કરવાનું રહેશે. જુલાઇના બીજા સપ્તાહમાં માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુણ અને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવશે.

જે વિષયની કસોટીમાં વિદ્યાર્થી ગેરહાજર હશે તેમાં શૂન્ય ગુણ ગણતરીમાં લેવાશે
ધો. 9 અને 10 ની એકમ અને સામાયિક કસોટીના આધારે ધો.10 ની માર્કશીટ તૈયાર કરવાની છે ત્યારે જે ઉમેદવાર જે કસોટીમાં ઉપસ્થિત ન રહ્યા હોય તે વિષયમાં શૂન્ય ગુણ ગણતરીમાં લેવાશે. કોઇ ઉમેદવારે ધો.9 નો અભ્યાસ અન્ય શાળામાં કર્યો હોય તો તે કિસ્સામાં જે શાળામાં ધો.9 નું મૂલ્યાંકન થયું હોય તે શાળા દ્વારા આપવામાં આવેલા ગુણપત્રક, પ્રગતિપત્રકના આધારે ઉમેદવારોનું મૂલ્યાંકન કરવાનું રહેશે.

ખૂટતા ગુણ શાળા નહી આપી શકે, તૂટ બોર્ડ માફ કરશે
શાળા દ્વારા વિષયવાર 80 અને 20 ગુણમાંથી ખરેખર મેળવેલા ગુણ અપલોડ કર્યા બાદ જે ઉમેદવારોને ઉર્તીણ થવામાં જેટલા ગુણ ખૂટતા હશે તે કિસ્સામાં બોર્ડ ગુણની તૂટ માફ કરીને પરિણામ પાસ જાહેર કરશે. શાળાએ પાસ થવા માટે ખૂટતા ગુણ આપવાના નથી. બોર્ડ દ્વારા તે માફ કરી દેવાશે.

ધો.9 અને 10 માં શાળાકીય કસોટી અને પરીક્ષાના 80 ગુણ રહેશે
સામાયિક અને એકમ કસોટી મહતમ માર્કસ
ધો.9 ની પ્રથમ સામયિક કસોટીના કુલ 50 માર્કસ 20 માર્કસ
ધો.9 ની દ્રિતિય સામાયિક કસોટીના કુલ 50 માર્કસ 20 માર્કસ
ધો.10 ની ઓનલાઇન-ઓફલાઇન પ્રથમ સામયિક કસોટીના કુલ 80 માર્કસ 30 ગુણ
ધો.10ની એકમ કસોટીના કુલ 25 માર્કસ 10 ગુણ

વિષયમાં એક જ એકમ કસોટી આપી હશે તેના ગુણ ધ્યાને લેવાશે, જે પરીક્ષામાં વધુ ગુણ આવ્યા હશે તે ગણાશે
વર્ષ 2020-21 માં ગણિત અને સામાજીક વિજ્ઞાનની 4, વિજ્ઞાન અને ગુજરાતી ભાષાની 3 એકમ કસોટી લેવાઇ છે. જે વિષયમાં વિધાર્થીએ એક જ એકમ કસોટી આપી હશે તે કસોટીના ગુણ ધ્યાને લેવાશે. બે કસોટીમાં સરેરાશ, બે થી વધુમાં જે બે કસોટીમાં સૌથી વધુ ગુણ મેળવ્યા હોય તે ધ્યાને લેવાશે. જે ભાષાની એકસ કસોટી નથી લેવાઇ તેમાં ગુજરાતી પ્રથમ અને દ્રિતિય ભાષાની કસોટી પૈકી મેળવેલા શ્રેષ્ઠ ગુણ જેટલા માર્કસ આપવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...