જામનગર તાલુકાના મેડી ગામમાં નર્મદાના પાણીના સ્ટોરેજ માટે રૂ . ચાર લાખના ખર્ચે એક લાખ લીટર ની કેપેસિટી ધરાવતા 2 પીવાના પાણીના ભૂગર્ભ ટાકા બનાવવામાં આવ્યા છે . જે અડધા જમીનની અંદર અને અડધા જમીનની ઉપર આવેલા છે . ઉપરાંત ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવ્યું છે તેમ ગામના સરપંચ દક્ષાબેન ભરતભાઈ ભાલોડીયા જણાવ્યું હતું . વધુમાં તેણીએ કહ્યું હતું કે હાલ ગામની શેરીઓમાં પેવર બ્લોકનું કામ ચાલુ છે .
આગામી દિવસોમાં સરકારની યોજના હેઠળ આંગણવાડી પણ બનાવવામાં આવશે . આ માટે મંજૂરી મળી ગઈ છે . જેનું કામ એક મહિના બાદ શરૂ થશે અને દોઢ મહિના પૂર્ણ થશે . ગામમાં રૂ .15 લાખના ખર્ચે સીસી રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે . ઉપરાંત રૂપારેલ નદીના કાંઠે સુરક્ષા દિવાલ પણ બનાવવામાં આવી છે . જેનાથી કાંઠાનું ઘોવાણ અટકશે અને ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં નદીનું પાણી ગામમાં આવશે નહીં .
રૂ.14 લાખના ખર્ચે નવી પંચાયત ઓફીસ બનશે
મેડી ગામમાં રૂ . 14 લાખના ખર્ચ નવી પંચાયત ઓફિસ બનાવવામાં આવશે . જેનું કામ આગામી 6 દિવસમાં શરૂ કરવામાં આવશે . જેમાં પાર્કિંગ અને રેસ્ટ રૂમ પણ બનાવવામાં આવશે . જેનું કામ અંદાજે એક થી દોઢ મહિનામાં પૂર્ણ થશે . ઉપરાંત ગામમાં સીસીટીવી માટે તાલુકા અને જિલ્લાકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે .
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.