તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડુપ્લીકેટ એડમિટ કાર્ડ:આર્મી ભરતીની પરીક્ષાના ડુપ્લીકેટ એડમિટ કાર્ડ બનાવ્યા

જામનગર21 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • નકલી સિક્કા-સહી કરનાર અજ્ઞાત શખસ સામે ફરિયાદ, સાયબર સેલની મદદ મેળવી પોલીસ દ્વારા તપાસ શરૂ

જામનગરમાં સ્થિત ડીજી લાઇન્સ આર્મી લાઇન રીક્રુટમેન્ટ બોર્ડની કચેરી-અધિકારીના નકલી સહી સિકકા બનાવી ડુપ્લીકેટ એડમીટ કાર્ડ બનાવી કોઇ લેભાગુ તત્વે પૈસાની લેવડ દેવડ કરી વોટસએપમાં વાયરલ કર્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે અજ્ઞાત શખ્સ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

પોલીસસુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં મીલીટ્રી એરીટા ખાતે રહેતા અને આર્મી રીક્રુટમેન્ટ બોર્ડમાં ફરજ બજાવતા વિજય સુબૈયા મોર્લાએ સીટી બી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.જે ફરીયાદમાં જાહેર થયા અનુસાર કોઇ અજાણ્યા શખ્સે પૈસાની લેવડ દેડવડ કરી રીક્રુટમેન્ટ બોર્ડના તેમજ ડાયરેકટર રાજીવકુમારના નામ જોગ ડુપ્લીકેટ સહિ સિકકા બનાવી આર્મી ભરતીના લેખિત પરીક્ષા આપવા માટે ડુપ્લીકેટ એડમીટ કાર્ડ બનાવી વોટસએપમાં મુકયાનુ જાહેર થયુ છે.

જાણવા મળ્યા મુજબ દ્રારકામાં લગભગ બે માસ પુર્વે આર્મી ભરતી મેળો રાખવામાં આવ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં ઉમેદવારો આવ્યા હતા જેમાં બીજી પરીક્ષા માટે ઉમેદવારો સિલેકટ કરવામાં આવ્યા હતા. જે બાદ તબીબી તપાસણી બાદ સિલેકટેડ ઉમેદવારો માટે બીજી પરીક્ષા માટે એડમીટ કાર્ડ રૂબરૂ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. જેઓને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવ્યા છે.

જોકે, આવા સિલેકટેડ ઉમેદવારો સિવાયના ઉમેદવારે ડુપ્લીકેટ એડમીટ કાર્ડ બનાવી વોટસ્એપ ગ્રૃપમાં મુકયાનુ ધ્યાને આવતા આ ગંભીર બાબત આર્મી રીક્રુટમેન્ટ બોર્ડના ધ્યાનમાં આવતા ફરીયાદ નોંધાઇ હોવાનુ જાહેર થયુ છે.જેમાં અજ્ઞાત શખસ સામે ગુનો નોંધી સીટી બી પોલીસે ઉંડાણપુર્વકની તપાસ હાથ ધરીછે.

નકલી એડમીટ કાર્ડના ફ્રોડથી ચેતવા તાકિદ
દ્રારકા ખાતે યોજાયેલા આર્મી ભરતી મેળો તા.1થી 15/2 સુધીમાં જે ઉમેદવારો દોડ,મેડીકલ ટેસ્ટમાં પાસ થયા છે, જેઓને આર્મી રીક્રુટમેન્ટ ઓફિસ-જામનગર દ્રારા એડમીટ કાર્ડ અપાયા છે. તેવા જ ઉમેદવારો લેખિત પરીક્ષામાં ભાગ લઇ શકશે. સોમનાથ, અન્ય જીલ્લાના લેભાગુ તત્વો દ્રારા ખોટા એડમીટ કાર્ડ બનાવીને પૈસા પડાવવાની ફ્રોડીંગ ચાલી રહયુ હોવાનુ ધ્યાને આવતા આવા તત્વો સામે ફરીયાદ કરાઇ છે.

​​​​​​​ઉમેદવારોને જણાવાયુ છે કે, આવા તત્વો સાથે તેમજ ખોટા એડમીટ કાર્ડ મેળવવાની લાલચમાં ફસાવુ,ખોટા કાર્ડ મેળવેલાઓને લેખિત પરીક્ષામાં બેસવા દેવાશે નહી, તેની સામે કાર્યવાહી કરાશે, ખોટા ફ્રોડીંગ કરનારા કોઇના ધ્યાને આવે તો આર્મી રીક્રુટમેન્ટ ઓફિસ-જામનગરનો સંપર્ક કરી માહિતી આપવા જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો