તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Machine For Making Important Parts Of Spacecraft For Chandrayaan 2 Mission Manufactured In Jamnagar, 90 Ton Machine Sent To Hyderabad

જામનગરનું ગૌરવ:ચંદ્રયાન-3ના પાર્ટ્સ જેમાંથી બનશે એ મશીન જામનગરમાં તૈયાર થયું, છૂટું કરીને 9 ટ્રકમાં હૈદરાબાદ મોકલાયું

જામનગરએક મહિનો પહેલાલેખક: હિરેન હિરપરા
  • DRDOના ઓર્ડર મુજબ જામનગરની ગીતા એન્જિનિયરિંગે મશીન બનાવી આપ્યું
  • ગીતા એન્જિનિયરિંગે બ્રહ્મોસ, HAL, નેવી શિપ , સબરમીનના પાર્ટ્સ બનાવતા મશીન પણ બનાવ્યાં

દેશ સહિત દુનિયાના અનેક દેશોની ભારતના માનવરહિત ચંદ્રયાન-3 મિશન પર નજર મંડરાયેલી છે. ચંદ્રયાન-3ની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે એમાં જામનગરનું નામ પણ જોડાયું છે. યાન માટે જરુરી કેટલાક પાર્ટ્સ બનાવવા માટેનું એક મહાકાય મશીન જામનગરમાં તૈયાર થતાં શહેરને એક નવી ઓળખ મળી છે. ચંદ્રયાન-3ના પાર્ટ્સ બનાવવા માટે મશીન બનાવી આપનાર જામનગરની ગીતા એન્જિનિયરિંગ આ પહેલાં બ્રહ્મોસ, HAL, રેલવે એન્જિન અને સબમરીનના પાર્ટ્સ બનાવવા માટે ઉપયોગમાં લેવાતાં મશીન પણ બનાવી ચૂકી છે.

જામનગરમાં 90 ટનનું મશીન તૈયાર કરવામાં આવ્યું
ચંદ્રયાન-3ના કેટલાક પાર્ટ્સ તૈયાર કરવા માટે જરુરી મશીન બનાવવા માટે જામનગરની ગીતા એન્જિનિયરિંગ વર્ક્સને ઓર્ડર મળ્યો હતો. ઓર્ડર મુજબ જામનગરમાં 90 ટન વજનનું એક મહાકાય મશીન તૈયાર કરી આપવામાં આવ્યું હતું. ગીતા એન્જિનિયરિંગના સરદારસિંહ જાડેજાના જણાવ્યા મુજબ, આ મશીનની મદદથી ચંદ્રયાન-3માં ઉપયોગમાં લેવાનારા 15 ટનનો એક પાર્ટ્સ તૈયાર થશે. જામનગરમાં જે મશીન બનાવવામાં આવ્યું છે એના 90 ટકા પાર્ટ્સ કંપનીએ પોતે જાતે જ બનાવ્યા છે, જ્યારે 10 ટકા પાર્ટ્સ જર્મનીના વાપર્યા હતા.

9 ટ્રક ભરી મશીન હૈદરાબાદ મોકલવામાં આવ્યું
જામનગર સ્થિત ગીતા એન્જિનિયરિંગ વર્ક્સમાં ચંદ્રયાન-3ના પાર્ટ્સ બનાવવા માટે જરુરી મશીન તૈયાર કરાયા બાદ છૂટું પાડી દેવામા આવ્યું હતું. ત્યાર બાદ તમામ પાર્ટ્સ નવ ટ્રકમાં ભરી હૈદરાબાદ મોકલવામા આવ્યા હતા. કંપનીના કર્મચારીઓ હૈદરાબાદ ગયા હતા અને ત્યાં ફરી મશીન ફિટ કરી ટેસ્ટિંગ કરી આપ્યું હોવાનું જાણવા મળ્યું છે, જ્યાં હવે આ મશીનની મદદથી ચંદ્રયાન માટેના જરુરી પાર્ટ્સ બનશે.

મશીન બનાવવા માટે 30 લોકોએ 6 મહિના તનતોડ મહેનત કરી
વિશ્વના જે પ્રોજેક્ટ પર નોંધ છે એવા ચંદ્રયાન-3ના પાર્ટ્સ બનાવવા માટે જરુરી મશીન બનાવવાનો જામનગરના ઉદ્યોગકારને ઓર્ડર મળે એ શહેર માટે અને શહેરના ઉદ્યોગકારો માટે એક ગૌરવની બાબત છે. ત્યારે DRDOના ઓર્ડર મુજબ મશીન બનાવવા માટે કંપનીના 30 જેટલા કામદારોએ 6 મહિના સુધી મહેનત કરી ઓર્ડર મુજબનું મશીન બનાવી આપ્યું હતું.

સરદારસિંહ જાડેજા,ગીતા એન્જિનિયરિંગ વર્ક્સ.
સરદારસિંહ જાડેજા,ગીતા એન્જિનિયરિંગ વર્ક્સ.

રેલવે, સબમરીન, નેવી શિપના પાર્ટ્સ બનાવવા પણ મશીન બનાવ્યાં. ગીતા એન્જિનિયરિંગ વર્ક્સ આ પહેલાં સબમરીન, શિપ, પ્લેન, રેલવે એન્જિનના પાર્ટ્સ બનાવવા માટેના જરુરી મશીન પણ અલગ અલગ સંસ્થાઓને ઓર્ડર મુજબ બનાવી આપ્યા છે, જેમાં હવે ચંદ્રયાન-3ના પાર્ટ્સ બનાવવા માટેના મશીનનો ઉમેરો થયો છે.

અન્ય સમાચારો પણ છે...