તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મારૂ જીવન અંજલિ થાજો:કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન જામનગર દુનિયાને સમજાવી રહ્યું છે કોરોનાકાળમાં નિષ્કામ કર્મ યોગનું મહત્વ

જામનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
કોવિડના દર્દીઓ માટે લેન્ડ રોવર કારને એમ્બ્યુલન્સમાં ફેરવી નાખી - Divya Bhaskar
કોવિડના દર્દીઓ માટે લેન્ડ રોવર કારને એમ્બ્યુલન્સમાં ફેરવી નાખી
 • સિલસિલાબદ્ધ મહામારીના સમાચારો વચ્ચે હૈયે ટાઢક થાય એવા આ 3 ન્યૂઝ વાંચવા ગમશે...

કોવિડના દર્દીઓ માટે લેન્ડ રોવર કારને એમ્બ્યુલન્સમાં ફેરવી નાખી
જામનગરમાં એમ્બ્યુલન્સ ન મળતી હોવાની બૂમરાણથી કારનું ગેરેજ ચલાવતા ભરતભાઈ નરશીભાઈ કણસાગરાએ પોતાની લેન્ડ રોવર કાર કોવિડના દર્દીઓ માટે એમ્બ્યુલન્સમાં ફેરવી નાખી છે. શહેરના નાગનાથ ગેઇટ પાસે આવેલા ગોમતીપુર વિસ્તારમાં રહેતા ભરતભાઇ કણસાગરાને એમના સંબંધી રાજુભાઇને હોસ્પિટલ લઈ જવા માટે ત્રણ કલાક સુધી એમ્બ્યુલન્સ ન મળતા કફોડી સ્થિતિ સર્જાઇ હતી, એ જોતા તેમણે આ નિર્ણય કર્યો છે. તેમણે પોતાની લેન્ડ રોવર ગાડી ખોજા નાકા પાસે ચાલતા કોવિડ સેન્ટરમાં મુકી છે.

ખોજાનાકા પાસેનું આ કોવિડ સેન્ટર જ્યાં સુધી ચાલું રહેશે ત્યાં સુધી તેમની ગાડી અહીયા કોવિડના દર્દીઓની સેવા માટે રહેશે એમ તેમણે જણાવ્યું હતું. ખોજાનાકા પાસે શરૂ કરાયેલા 100 બેડના આ કોવિડ સેન્ટરમાં દર્દીને સારવારની સાથે ઓક્સીજન, ભોજન, ચા-પાણી સહિતની તમામ સેવા નિઃશુલ્ક આપવામાં આવી રહી છે.

અલિયા ગામનો નિર્ણય, વિનામૂલ્યે અગ્નિદાહ કોઇપણ આપી શકશે
છોટી કાશી જામનગરની ભાગોળે સ્થિત અલીયા ગામે મુકિતધામ ખાતે શહેર કે આજુબાજુના ગામના કોઇ મૃતકોના નશ્વર દેહના અંતિમ સંસ્કાર વિનામુલ્યે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.અઢાર કિ.મિ. દુર સ્થિત અલીયા ગામે સ્થાનિક ગામલોકો અને દેશ વિદેશમાં સ્થિત દાતાઓના સહકારથી અંતિમ સંસ્કાર કાર્ય શરૂ કરી દેવામાં આવ્યુ છે.

જામનગર શહેર સહિત આજુ બાજુના સ્મશાન ગૃહોમાં અંતિમ સંસ્કાર વિધિ માટે કતારો જોવા મળે છે.જેથી મૃતકના સ્વજનોને અંતિમવિધિ માટે પણ પારાવાર ભોગવવી પડે છે. જામનગરથી 18 કિ.મિ. દુર અલીયા ગામે સ્થાનિક ગામલોકો અને દેશ-વિદેશના સેવાભાવિ લોકોના સહયોગથી અત્રે મુકિતધામમાં વિનામુલ્યે અંતિમ સંસ્કારની સેવા શરૂ કરવામાં આવી છે.

જામનગર સહિત આજુબાજુના વિસ્તારોમાં કોઇપણ સમાજમાં મરણ થયુ તો તેના સગા સંબંધીઓએ મોબાઇલ મારફતે અંતિમ સંસ્કાર બુક કરાવી સેવાનો લાભ લઇ શકશે.ગામના અગ્રણી લોકો અને સ્થાનિક યુવાનોની ટીમ સેવા આપી રહી છે. ગામના સેવાભાવી યુવાનો દ્વારા મૃતકના પરીવારે કોઇપણ જાતના સામાન વગર આવે તો પણ તમામ ધાર્મિક વિધિમાં તેને સહયોગ આપવામાં આવે છે.

અહીં ફોન કરાતા બધી વ્યવસ્થા ગોઠવાઇ જશે
મુકુંદભાઇ પટેલ 94274 20605
મનોજભાઇ ચાવડીયા 94272 77577
અનિલભાઇ 95101 44291
ડોલરભાઇ સોલંકી 99745 78594

લેઉવા પટેલ સમાજનું આઇસોલેશન સેન્ટર : રહેવા-જમવાનું બધું મફત
હાલની કોરોનાની વિકટ પરિસ્થિતિને ધ્યાને લઇને જામનગરમાં લેઉવા પટેલ સમાજ દ્વારા 50 બેડનું આઇશોલેશન સેન્ટર શરૂ કરવા નકકી કરાયું છે. શહેરી વિસ્તારમાં વસતા અનેક જ્ઞાતિજનોને હોમ આઇશોલેશનની સુવિધામાં પડતી અગવડતાને ધ્યાને લઇ ભોજન તથા નાસ્તા સહિતની વ્યવસ્થા સાથે જ્ઞાતિજનોના સાથ-સહકારથી ટુંક સમયમાં જ આ સેન્ટર શરૂ કરવાનું આયોજન હાથ ધરાયું છે.

શહેરમાં રણજીતનગર સમાજ ભવનમાં જ્ઞાતિનાં પ્રમુખ મનસુખભાઇ રાબડીયાની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં ડો. મહેશ દુધાગરા, ડો. નિકુંજ ચોવટીયા, ડો. રૂષિ વિરાણી, તરૂણ વિરાણી સહિત જ્ઞાતિના અગ્રણીઆે ઉપસ્થિત રહયા હતાં અને કોરાનાની મહામારીમાં જ્ઞાતિજનોની પડખે ઉભા રહેવા આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઇ રાબડીયાએ શહેરમાં તબીબી સેવાઓ સાથે જોડાયેલ ડોકટરો અને પેરામેડીકલ સ્ટાફને આ સેવા કાર્યમાં સહભાગી થવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો