તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:જામનગર શહેર-જિલ્લામાં 10 કેન્દ્રમાં મા કાર્ડની સેવા શરૂ કરાઇ

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં આગામી દિવસોમાં તમામ પીએચસી કેન્દ્રમાં મા કાર્ડ નીકળશે

જામનગર શહેર-જિલ્લામાં 10 કેન્દ્રમાં મા કાર્ડની સેવા પુન: શરૂ થઇ છે. આગામી દિવસોમાં તમામ પીએસચી કેન્દ્રમાં પણ આ કાર્ડ કાઢવાની કાર્યવાહી શરૂ થશે. આથી તાલુકા મથકેથી અરજદારોને જામનગર સુધી ધકકો થશે નહીં.

જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઇ ચનિયારાએ મા કાર્ડ આ યોજના અંતર્ગત શહેર-જિલ્લામાં જોડાયેલી હોસ્પિટલોમાં કાઢી આપવા રજૂઆતો કરી હતી. જેના પગલે સરકાર દ્વારા જામનગરમાં શહેરી વિસ્તારમાં ટાઉનહોલ, શરૂ સેકશન સિવિક સેન્ટર, જી.જી.હોસ્પિટલ, આણદાબાવા ડાયાલીસીસ સેન્ટર, ક્રીટીકલ કેર સેન્ટર, બરોડા હાર્ટ હોસ્પિટલ જામનગર, સીએચસી સિકકા અને જાબુંડા, મોટી બાણુંગાર પીએચસી, જામવંથલી પીએચસીમાંથી મા કાર્ડ કાઢવાની સેવા શરૂ કરવાનો નિર્ણય કરાયો છે.

જામનગર તાલુકા ઉપરાંત આગામી દિવસોમાં જામનગર જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને તાલુકા કક્ષાએ કાર્ડ કાઢવા માટે કાર્યવાહી શરૂ થશે. આથી તાલુકા અને ગ્રામ્ય કક્ષાએથી લોકોને જામનગર સુધીનો ધકકો નહીં રહે. આથી સમય અને નાણાં બંનેનો બચાવ થશે.

અન્ય સમાચારો પણ છે...