ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:નુકસાન; શહેરમાં તળાવની પાળે લેઝર-શોનો ડોમ ધરાશાહી થતાં જામ્યુકોને રૂા.1 કરોડનો ફટકો

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારે પવન અને વરસાદથી તળાવ પર થયેલી નુકસાનીના કરેલા સર્વે બાદનું તારણ, પ્રજા પર બોજો પડશે
  • ડોમની ઉપરનું ​​​​​​​ટેનસાઇલ ફેબ્રીક અતિમોંધુ હોય મહંદઅંશે ફાટી જતાં બદલાવવું પડે તેવી સ્થિતિ: લાઇટના પોલ અને દિવાલો પણ ક્ષતિગ્રસ્ત

જામનગરમાં બે દિવસ પહેલા તળાવની પાળે લેઝર-શોનો ડોમ ધરાશાહી થતાં મહાનગરપાલિકાને રૂા. 1 કરોડનો ફટકો પડયો છે. કારણ કે, ડોમની ઉપરનું સફેદ કલરનું ટેનસાઇલ ફેબ્રીક અતિમોંધુ હોય મહદઅંશે ફાટી જતાં બદલાવવું પડે તેવી સ્થિતિ છે. લાઇટના પોલ અને દિવાલો પણ ક્ષતિગ્રસ્ત થયા છે. ભારે પવન અને વરસાદના કારણે લાખોટા તળાવની પાળ પર થયેલી નુકસાનીના પદાધિકારીઓ અને અધિકારીઓએ કરેલા સર્વેમાં આ તારણ નિકળ્યું છે.

જામનગરમાં બે દિવસ પહેલાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવન સાથે વરસાદના કારણે મહાનગરપાલિકા સંચાલિત લાખોટા તળાવની પાળ પર ગેટ નં.2 પાસે મ્યુઝિકલ લેઝર શોમાં ભારે નુકસાની થઈ હતી. લેઝર શો નો ડોમ ભારે પવનના કારણે એકાએક ધરાશાહી થયો હતો. આથી મનપાના પદાધિકારીઓ, અધિકારીઓ સ્થળ નિરીક્ષણ અર્થે દોડી ગયા હતા. સ્થળ નિરીક્ષણ દરમિયાન ભારે પવન અને વરસાદના કારણે થયેલ નુકસાનીની વિગતો મેળવી હતી. જેમાં ડોમનું ઉપરનું સફેદ કલરનું ટેનસાઇલ ફ્રેબીક કે જે અતિમોંઘુ હોય ફાટી જતાં બદલાવવું પડે તેમ હોય રૂ.1 કરોડનો ખર્ચનો અંદાજ વ્યકત કરાયો છે.

અતિમોંઘુ ફેબ્રીક ફાટી ગયું હોય બદલાવવું પડશે
જામનગરમાં તોફાની પવન સાથે વરસાદના કારણે લાખોટા તળાવની પાળ પર લેઝર-શોનો ડોમ ધરાશાહી થયો છે. આ ડોમ ઉપરનું સફેદ કલરનું ટેનસાઇલ ફેબ્રીક અતિમોંધુ છે. જે મહદઅંશે ફાટી જતાં બદલાવવું પડશે. આથી અંદાજે રૂ.1 કરોડનો ખર્ચ થશે. જો કે, જેટલું ફેબ્રીક પુન:ઉપયોગમાં લઇ શકાશે તે લેવામાં આવશે.- ભાવેશ જાની, સીટી ઇજનેર, જામનગર મહાનગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...