જામનગર:ભગવાન દ્વારકાધીશની પાલખી કાઢવામાં આવી, પોલીસ જવાનોએ પાલખીને ગાર્ડ ઓફ ઓનર આપ્યું

વિજયા દશમી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દ્વારકાના પાદરે શમીના વૃક્ષ પાસે પાલખી પહોંચી ત્યાં શાસ્ર અને શસ્ત્રોનું પૂજન કરાયું
  • વેપારીઓએ કર્યુ પ્રસથાના પૂજન

જગવિખ્યાત જગતમંદિરની પરંપરાઓ પણ જગ વિખ્યાત છે. ત્યારે નવરાત્રી બાદ આવતા દશેરાના દિવસે દર વર્ષની પરંપરા મુજબ ભગવાન દ્વારકાધીશનું ઉત્સવ સ્વરૂપ એવા ગોપાલજીની પાલખી​​​​​ જગતમંદિરની બહાર નીકળે છે અને પોલીસ જવાનો આ પાલખીને ગાર્ડ ઓફ ઓનર આપે છે. આ પાલખી સાથે ગામના વેપારીઓ ભક્તો પણ જોડાય છે. વાજતે ગાજતે આ પાલખી દ્વારકાના પાદરે આવેલા શમીના વૃક્ષ પાસે પહોંચી ત્યાં શાસ્ત્ર અને શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું તેમજ આરતી કરવામાં આવી.

પૌરાણિક માન્યતા અનુસાર આ પૂજન વિધિ ભગવાન શ્રી દ્વારકાધીશે સૂચવેલી છે. શાસ્ત્રોક્ત કઠણ મુજબ જ્યારે મહાભારત કાળમાં પાંડવો અજ્ઞાતવાસ માટે જતા હતા. ત્યારે અસ્ત્ર-શસ્ત્ર જે શકિતના પ્રતીકો છે તેને ક્યાં રાખવા એ સમસ્યા હતી, કારણ કે શક્તિ મન પડે તેમ ન રાખી શકાય. એટલા માટે ભગવાન શ્રીદ્વારકાધીશે પાંડવોને આજ્ઞા આપી કે તમે શમીના વૃક્ષને આપના અસ્ત્રો શસ્ત્રો સોંપી દો. જેના કારણે આપની શક્તિની વૃદ્ધિ થશે, તેથી એજ પરંપરા પ્રમાણે આપણે સૌ આપણી શક્તિ, વ્યાપાર વગેરે શમી વૃક્ષને સોંપી તેમને વધારી સશકત કરી ફરી આપણા ઉપયોગમાં લેશું તો પરમકૃપાળુની કૃપાથી આપણે આપણી બધી શક્તિઓ વધારે સમૃદ્ધ થશે એવું મહાભારતનું કથન છે.

વેપારીઓએ પૂજા વિધિ કરી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા
વિજયા દશમીના પાવન અવસરે શહેરના વેપારીઓ પણ દર વર્ષની જેમ શમી પૂજનમાં જોડાયા હતા અને પરંપરાગત રીતે દર વર્ષની જેમ પૂજા વિધિ કરીને વેપાર ધંધાની વૃદ્ધિ માટે પાસ્તાનું મેળવ્યું હતું. આ પ્રસથાનાનું પૂજન કરી પોતાના વેપાર ધંધામાં બરકત આપે તે માટે સાથે જોડાઈને ભગવાન દ્વારકાધીશની ઉપસ્થિતિમાં પૂજન કર્યું હતું. તેમજ આવનારૂ વર્ષ ખુબ સારૂ તથા ફળદાઇ નીવડે તેવા આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...