જામનગર રેલ્વે સ્ટેશન બહાર સામેની તરફ યાત્રીકોની સુવિધા માટે શૌચાલય બનાવવામાં આવ્યું છે. પરતું આ શૌચાલય રેલ્વે સ્ટેશનના પટાગણની ફકત શોભા જ વધારી રહ્યું છે. કારણે પુરુષો અને દિવ્યાંગના શૌચાલયમાં તાળા લટકી રહ્યા છે. જ્યારે મહિલા શૌચાલયમાં કોઈ પણ પ્રકારની સુચારુ વ્યવસ્થા નથી. જામનગર રેલ્વે સ્ટેશનના પટાગણમાં યાત્રિકોની સુવિધા માટે શૌચાલય બનાવવામાં આવ્યું છે. પરતું શૌચાલય રેલ્વે સ્ટેશનના પટાગણની ફકત શોભા ગાંઠિયા સમાન બની ગયું છે. કારણે આ શૌચાલય સ્ટેશનથી થોડે દૂર આવેલું છે.
વળી પુરુષો અને દિવ્યાંગના શૌચાલયમાં તાળા લટકી રહ્યા છે. જ્યારે મહિલાના શૌચાલયમાં કોઈ પણ પ્રકારની સુચારુ વ્યસ્થા નથી. આટલું ઓછું હોય તેમ અંદર રહેલા પાઇપો ટુટી ગયેલી હાલતમાં પડ્યા છે. આથી મહિલા યાત્રિકો મહિલા શૌચાલયનો ઉપયોગ જ કરી શકતી નથી તેમ છતાં તંત્ર ઘોર નિદ્રામાં પોઢી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.