લાખો રૂપિયાના દારૂ પર રોલર ફરી વળ્યું:મેઘપર-પડાણા પોલીસે ઝડપેલા 66 લાખ રૂપિયાના દારૂના જથ્થાનો નાશ કરાયો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં દારૂબંધી હોવા છતા લાખો રૂપિયાનો દારૂ પોલીસ દ્વારા ઝડપાઈ રહ્યો છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર-પડાણા પોલીસ દ્વારા જપ્ત કરાયેલા લાખો રૂપિયાના દારૂ પર આજે રોલર ફેરવી દેવામાં આવ્યું હતું.

લાલપુર તાલુકાના મેઘપર-પડાણા પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂના વિશાળ જથ્થાનો આજે અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો. દારૂની બોટલો જમીન પર પાથરી રોલર ફેરવી દેવાયું હતું.

દારૂના જથ્થાનો નાશ કરાયો ત્યારે એસ.ડી.એમ લાલપુર,ડી.વાય.એસ.પી જામનગર ગ્રામ્ય વાઘેલા, લાલપુર પોલીસ સ્ટેશન પી.એસ.આઈ વાય.બી રાણા અને નશાબંધી પી.એસ.આઈ સહદેવસિંહ વાળા હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...