તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી:લૈયારામાં ટ્રકમાં પ્લાસ્ટીક દાણાની આડમાં છૂપાવેલો દારૂ-બીયરનો જથ્થો જપ્ત

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પકડાયેલા બંને આરોપીઓ. - Divya Bhaskar
પકડાયેલા બંને આરોપીઓ.

જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોલ નજીક લૈયારા સીમમાં ચેકડેમ પાસે પરોઢીયે સ્થાનિક ગુના શોધક શાખાની ટીમે દરોડો પાડીને દારૂની 808 બોટલ,2363 બીયર ટીનના જથ્થા સાથે જામનગર અને અલીયાબાડાના બે શખ્સોને દબોચી લીધા હતા.પ્લાસ્ટીક દાણાની બોરીઓની આડમાં દારૂની હેરાફેરી ખુલતા પોલીસે દારૂ, બીયર,ટ્રક અને દાણા સહિત રૂ.27.54 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.જયારે દારૂ મંગાવનારા કુખ્યાત સહીત ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

જામનગરના સ્થાનિક ગુના શોધક શાખાના ઇન્ચાર્જ પીઆઇ એસ. એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી.જે વેળા સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા, સંજયસિંહ વાળા અને અજયસિંહ ઝાલા સહિતની ટુકડીને કુખ્યાત સહિત ત્રિપુટીએ દારૂનો જથ્થો મંગાવી લૈયારાના ચેકડેમ પાસે તેનુ કટીંગ ચાલી રહયુ હોવાની બાતમી મળી હતી. જેના આધારે પરોઢીયે 3-30 વાગ્યાના સુમારે પોલીસની જુદી જુદી ટીમે ધસી જઇ ટ્રકને ઘેરી લઇ દરોડો પાડયો હતો.જે દરોડા વેળા ઉકત સ્થળ પર એક ટ્રક પડયો હતો જેમાં પ્લાસ્ટીક દાણાની બોરીઓ વચ્ચે છુપાવેલા દારૂની 808 બોટલ અને બીયરના 2363 ટીન સહિતનો જથ્થો મળી આવ્યો હતો.આથી પોલીસે હુશેન ઉર્ફે બાવ અકબરભાઇ બ્લોચ(રે.ગુલાબનગર,જામનગર) અને સલીમ ઉર્ફે વસીમ દાઉદભાઇ પઠાણ (રે.હબીબનગર,અલીયાબાડા)ને પકડી પાડયા હતા.

પોલીસે દારૂ અને બીયરનો માતબર જથ્થો ઉપરાંત ત્રણ મોબાઇલ, ટ્રક અને પ્લાસ્ટીક દાણા ભરેલી 595 બોરીઓ સહિત રૂ.27.54 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.

પ્રાથમિક પોલીસ પુછપરછમાં દારૂનો આ જથ્થો નામચિન યાસીન ઉર્ફે મોટો હાજીભાઇ સુમરા, કાસમ અબ્દુલભાઇ ખેરાણી તથા ઇમરનન ખેરાણીએ ભાગમાં દમણ ખાતેથી મંગાવ્યો હોવાનુ બહાર આવ્યુ હતુ.આથી પોલીસે તમામ સામે ગુનો નોંધી દારૂ મંગાવનારા કુખ્યાત સહિતની ત્રિપુટી અને સપ્લાયર સહિતનાને દબોચી લેવા કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...