કોર્ટનો હુકમ:રેટાકાલાવડના ખૂન કેસમાં 2 આરોપીઓને આજીવન કેદ

ખંભાળિયા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શેઢાના ખોદકામ બાબતે લાકડી અને પાઇપ વડે હુમલો કર્યો હતો

ભાણવડ તાલુકાના રેટાકાલાવડ ગામે ખૂન કેસમાં અદાલતે બે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. શેઢાના ખોદકામ બાબતે હુમલો કરતા આધેડનું સારવારમાં મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. ગત તા.17-05-2016ના રેટા કાલાવડ ગામે કાન્તાબેન હેમરાજ લાડવા, તેનો પુત્ર પરેશ અને તેમના પતિ હેમરાજભાઇ મેસુરભાઇ વાડીમાં શેઢા પાસે ખડ ખોદતા હતાં. આ દરમ્યાન તેમની વાડીની બાજુના સગર અરજણ માલદેભાઇ સરેણા, મારખી માલદે સરેણા, ડાયબેન અરજણ સરેણા, વનીતાબેન મારખી સરેણા તથા કાયદાથી સંઘર્ષિત કિશોરે આવીને શેઢો કેમ ખોદો છો ?

તેમ કહી બોલાચાલી કરી ગાળો ભાંડી હતી. આથી ગાળો દેવાની ના કહેતા આરોપીઓ એકદમ ઉશ્કેરાયા હતાં અને અરજણ અને મારખીએ પરેશ અને હેમરાજભાઇ પર લાકડી, પાઇપ વડે હુમલો કર્યો હતો. અને ડાયબેન તથા વનીતાબેને માર માર્યો હતો. આથી પરેશ અને હેમરાજભાઇને માથામાં ઇજા હોય સૌપ્રથમ ખંભાળીયા ત્યારબાદ જામનગર સારવારમાં લઈ ગયા હતાં.

જયાંથી હેમરાજભાઇને વધુ સારવાર માટે અમદાવાદ લઈ ગયા હતાં. સારવાર દરમ્યાન હેમરાજભાઇનું મૃત્યુ નિપજયું હતું. આ કેસ ચાલી જતાં 35 સાહેદ, ડોક્ટર, પરેશની જુબાની તથા જીલ્લા સરકારી વકીલ લાખાભાઇ ચાવડાની રજૂઆતો ધ્યાને લઇ એડીશનલ સેશન્સ જજે આરોપી અરજણ માલદે સરેણા અને મારખી માલદે સરેણાને ગુનામાં તકસીરવાન ઠરાવી બન્નેને આજીવન કેદની સજા અને રૂા. 20,000ના દંડ ફટકાર્યો છે.

અન્ય સમાચારો પણ છે...