સ્પર્ધા:ચાલો બાળકો, કાગળ અને પીંછી લઇ લાગી જાઓ ! ‘દિવાળી’ વિષય પર ચિત્ર સ્પર્ધા

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 8 થી 13 વર્ષના બાળકો ભાગ લઇ શકશે, 22મી સુધીમાં ચિત્ર પહોંચાડવા સૂચના

મુખ્યમંત્રી દ્વારા તા. 1 ઓકટોબર 2020ના ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઇલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી “મોબાઇલ ટુ સ્પોર્ટ્સ“ના અભિયાનની નવતર પહેલ કરી છે. ત્યારે આ હેતુને સુચારૂ પાર પાડવા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર હસ્તકની લલિતકલા અકાદમી અને જીલ્લા યુવા વિકાસ અધિકારી જામનગર દ્વારા સંયુક્ત રીતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું છે. જેમાં 8 થી 13 વર્ષના (જન્મ તા.31 ડિસેમ્બર 2021ને) ધ્યાને રાખીને દિવાળી વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાનાર છે.

સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ A4 સાઈઝના (8.3 X 11.7) ડ્રોઈંગ પેપર પર પોતાની કૃતિ પોતાના ઘરે તૈયાર કરી તેને માઉનટીંગ કરાવ્યા બાદ જિલ્લા રમત ગમત કચેરીમાં તા.1 થી 22 નવેમબર સુધીમાં બપોર 12 વાગ્યા સુધીમાં મોકલી આપવાના રહેશે.

કૃતિ પાછળ સ્પર્ધકે પોતાનું નામ, સરનામું, મોબાઇલ નંબર, શાળાનું નામ વગેરે જેવી બાબતો ઉલ્લેખ કરવાનો રહેશે તેમજ આ કૃતિની સાથે સ્પર્ધકે ઉમરના પુરાવા તરીકે (આધારકાર્ડ,જન્મ તારીખનો દાખલો)ની ઝેરોક્ષ અને બેન્કની પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્ષ અચુક જોડવાની રહેશે.

આ સ્પર્ધામાં ૮ થી ૧૩ વર્ષ સુધીના બાળકો ભાગ લઇ શકશે. આ સ્પર્ધામાંથી જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી ત્રણ-ત્રણ ચિત્ર જીલ્લા કક્ષાએ પસંદગી થયા બાદ રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે. રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધામાંથી 10 વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂા.25 હજાર, દ્રિતીય વિજેતાને રૂા.15 હજાર, તૃતીય વિજેતાને રૂા.10 હજાર એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂા.5 હજાર(પ્રત્યેક)મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે. તમામ વિજેતાઓને ચિત્રકામ કીટ (ડ્રોઈંગ કીટ)આપવામાં આવશે. જીલ્લા કક્ષા સ્પર્ધામાં કોઈ વ્યક્તિની મદદ વિના ચિત્ર દોરી 22 ઓકટોબર સુધી બપોરે 12 સુધીમાં જીલ્લા યુવા વિકાસ અધિકારી, જીલ્લા રમત ગમત કચેરી, જીલ્લા સેવા સદન-4, રૂમ નં. 42, રાજ્પાર્ક પાસે પહોંચતા કરવાના રહેશે. સ્પર્ધા અંગેના તમામ નિયમો કચેરીએથી મેળવી શકાશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...