તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:જામનગર જિલ્લાના 108 ગામમાં કોરોના રસીકરણની 50 ટકાથી ઓછી કામગીરી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 153638 લોકોએ પ્રથમ ડોઝ લીધાને 84 દિવસ પૂર્ણ છતાં 14458એ બીજો ડોઝ લીધો
  • રસીકરણ કામગીરી યુદ્ધના ધોરણે કરવા સરપંચ અને તલાટી સાથે સંવાદ

જામનગર જિલ્લાના 108 ગામમાં કોરોના રસીકરણની 50 ટકાથી ઓછી કામગીરી થઇ છે. નવાઇની વાત તો એ છે કે, 153638 લોકોએ પ્રથમ ડોઝ લીધાને 84 દિવસ પૂર્ણ થયા હોવા છતાં ફકત 14458 લોકોએ બીજો ડોઝ લીધો છે. કોરોના રસીકરણની કામગીરી યુધ્ધના ધોરણે કરવા સરપંચ અને તલાટીઓ સાથે જિલ્લા વિકાસ અધિકારીએ સંવાદ કર્યો હતો. જામનગર સહિત રાજ્યમાં કોવિડ-19 રસીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પરંતુ જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4,59,057 લોકોએ કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ લીધો છે.

પરંતુ તેમાંથી 84 દિવસ પૂર્ણ કરેલા કુલ 1,53,638 લોકો પૈકી ફકત 14,458 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો છે. જામનગર જિલ્લામાં 108 ગામમાં 50 ટકાથી ઓછી રસીકરણ કામગીરી થઇ છે. આથી આ ગામના તલાટીઓ અને સરપંચો સાથે વર્ચ્યુઅલ મીટીંગ તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી રાજેન્દ્રસિંહ રાયઝાદા દ્વારા યોજવામાં આવી હતી. જેમાં રસીકરણની કામગીરીમાં પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તદઉપરાંત રસી ન લેવા માંગતા હોઈ લોકોને આગામી કોરોનાની ત્રીજી લહેર સામે રક્ષિત કરવા માટે કઈ રીતે રસી લેવા માટે પ્રેરિત કરવા તે અંગે માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવ્યું હતું.

આગામી દિવસોમાં બાકી રહેલા ગામોમાં 100 ટકા રસીકરણની કામગીરી કરવા જામનગર જિલ્લાને કોરોનાથી રક્ષિત કરવા જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ, તાલુકા હેલ્થ ઓફિસરો, મેડીકલ ઓફિસરો, તલાટી અને સરપંચોને સૂચના અપાઈ હતી. આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની ત્રીજી લહેર સામે સંપૂર્ણ સજજ થઇ લડવા માટે ગ્રામ્ય લેવલે રસીકરણની કામગીરી સઘન રીતે હાથ ધરી 100 ટકા લક્ષ્યાંકને પહોંચી વળવા આયોજન કરવામાં આવ્યું છે તેમ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. એ.જી. બથવારે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...