માર્ગદર્શન:TELE-LAWના માધ્યમથી બેડ ગામે કાયદાકિય માર્ગદર્શન અપાયું

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિનામૂલ્યે કાનૂની સલાહ હવે કોમન સર્વિસ સેન્ટરના માધ્યમથી ગામડાઓમાં પણ ઉપલબ્ધ

આઝાદીના 75વર્ષની ઉજવણીના ભાગરૂપે ભારત સરકારના ન્યાય વિભાગ દ્વારા જામનગર જિલ્લાના બેડ ગામે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ન્યાય વિભાગ અંર્તગત ચાલી રહેલા TELE-LAW પ્રોજેક્ટ થકી લોકોને ઘર આંગણે જ મફત અથવા તો નજીવા દરે કાનૂની સલાહ તથા માર્ગદર્શન મળી રહે તે માટેની એક અનોખી પહેલ કરવામાં આવી હતી.

બેડમાં TELE-LAWની ટીમ દ્વારા અવેરનેશ સી.એસ.સી ડીજીટલ મોબાઈલ વાન દ્વારા ગામ લોકોને કાયદાકીય માહિતીથી વાકેફ કરાયા હતા તેમજ સ્થળ પર જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત રાજ્યના અધિકારીઓ રોહિત પટેલ, મિલન પીઠીયા તેમજ પેનલના વકીલ નીર્મલભાઈ જીલેટવાલા દ્વારા લોકોને કાયદાકીય માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ હતું.

બેડમાં નિ:શુલ્ક કાયદાકીય માર્ગદર્શનમાં આ લાભે મેળવવા માટે દહેજ, પારિવારિક તકરાર, તલાક, ઘરેલુ હિંસા અને ભરણપોષણ, કાર્યસ્થળમાં સ્ત્રીની જાતીય સતામણી, સ્ત્રીઓની માન-મર્યાદાના અપમાનનો આશય રાખતી ચેષ્ટાઓ, જમીનની તકરાર, ભાડુઆત અને ભાડાકરાર માલ-મિલકત અને વારસદારના હક્કો, સમાન કામ માટે સમાન પગાર, લઘુતમ વેતન, પ્રસુતિના લાભો, તબીબી રીતે ગર્ભનિકાલ, જન્મપુર્વે અને જન્મબાદ દૂરવ્યવહાર અટકાવવો, બાળલગ્ન, જાતીય ગુન્હાઓ સામે બાળકોનું રક્ષણ, બાળ મજુરી, બંધિત શ્રમજીવી (ગુલામી) શિક્ષણનો અધિકાર,

એફ.આઈ.આર. નોંધાવવી, ધરપકડ, જામીન, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ સામે અત્યાચાર વગેરે વિનામૂલ્યે કાનુની સલાહ માટે હકદાર વ્યક્તિઓ, સ્ત્રીઓ, 18 વર્ષથી નીચેના બાળકો, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ, માનવ તસ્કરીનો ભોગ બનેલા, ગરીબી રેખા નીચે જીવતા લોકો, બિન-સંગઠિત વર્ગના કામદારો, કુદરતી આફતનો ભોગ બનનારાઓ, માનસિક રીતે બીમાર અને અપંગ, કાનુની મુકદમા હેઠળના અને હવલાત પામેલ વ્યક્તિઓ સહિતનાે સમાવેશ છે.

અા લાભો મેળવવા ગ્રામજનો પોતાના નજીકના સી.એસ.સી. કેંદ્ર પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે તેમ મીનીસ્ટ્રી ઓફ ઇનફોર્મેસન ટેકનોલોજી સી.એચ.સી. જિલ્લા મેનેજર નિકુંજ ઠેશિયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...