જાગૃતિ રેલી:જામનગરમાં આજે કાનૂની જાગૃતિ રેલી : વિદ્યાર્થી અને કર્મીઓ જોડાશે

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેરાલીગલ વોલ્ટર્સ, પેનલ એડવોકેટ સહિતના લોકો ભાગ લેશે
  • સવારે 8 વાગ્યે ​​​​​​​સર્કીટહાઉસથી સાત રસ્તા, એસટી બસ સ્ટેન્ડ, હવાઈ ચોક થઈને ગુરુદ્વારા થઈને લાલ બંગલો, જિલ્લા ન્યાયાલયે પૂર્ણ થશે

આવતીકાલે તા.14 રવિવારે સવારના 08:00 કલાકે કાનૂની જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. રેલીનું પ્રસ્થાન જામનગરનાં પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ મૂલચંદ ત્યાગીના હસ્તે કરવામાં આવશે.જેમાં ભાગ લેવા સર્વેને અનુરોધ કરાયો છે.

આ રેલી સવારે 8 કલાકે સરકીટહાઉસથી શરૂ કરીને સાત રસ્તા, એસટી બસ સ્ટેન્ડ, હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદીબજાર, રતનબાઇ મસ્જિદ રણજીત રોડ, બેડી નાકું, ડિસ્ટ્રિક્ટ જજ બંગલો, અંબર ચોકડીથી ગુરુદ્વારા થઈને લાલ બંગલો, જિલ્લા ન્યાયાલય જામનગર મુકામે પૂર્ણ થશે. આ રેલીમાં સમયસર હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ રેલીમાં રાધિકા એજ્યુકેર સ્કુલના વિદ્યાર્થીઓ ભાગ લેશે તથા સદર રેલીમાં જિલ્લા ન્યાયાલયના કર્મચારીઓ, જામનગર બાર એસોસિયેશનના વકીલો, પેરાલીગલ વોલ્ટર્સ, પેનલ એડવોકેટ, નશાબંધી ખાતું, મહિલા અને બાળ વિકાસ અધિકારી, સખી વન સ્ટોપ, મહિલા પોલીસ સ્ટેશન વિગેરે ભાગ લેશે, રેલીમાં કોવિડ - 19ના નિયમોનું પાલન કરવાનું રહેશે એમ એક યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...