ઈપીએફ પેન્શન યોજનામાં મળતા પેન્શનમાં હાઈકોર્ટ-સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરાયેલ રકમ, મોંઘવારી અને મેડિકલ બેનીફીટ સાથે વધારો જાહેર કરવાની માગ સાથે વિવિધ વિભાગના પેન્શનર્સે રેલી કરી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. વડાપ્રધાનને ઉદ્દેશીને લખવામાં આવેલ આવેદન પત્ર જિલ્લા કલેક્ટર કચેરીમાં આપવામાં આવ્યો હતો.
7-8 વર્ષથી સતત રજૂઆતો છતાં કોઈ ઉકેલ આવ્યો નથી
આવેદવ પત્રની રજૂઆતમાં જણાવાયું છે કે, છેલ્લા 7-8 વર્ષથી સતત રજૂઆતો છતાં કોઈ ઉકેલ આવ્યો નથી તે ગંભીર બાબત છે. પેન્શનરને માસિક 750થી 3100 જેટલું માસિક પેન્શન મળે છે. હકીકતે જીવનનિર્વાહ થઈ શકે તેટલું પેન્શન આપવું જોઈએ. જ્યારે સરકારી કર્મચારીને વધુ પેન્શન અપાય છે. આવો ભેદભાવ શા માટે? આથી પેન્શનમાં વધારો કરી આપવો જોઈએ. બેઝીક પેન્શન અને તેના ઉપર મોંઘવારી ભથ્થા અને મેડિકલ એલાઉન્સ પણ આપવું જોઈએ. ભારતના 67 લાખ પેન્શનર્સ જીવનની અંતિમ ધારે ઊભા છે. તેમાંથી દરરોજ 500થી વધુ પેન્શન વધારાની રાહમાં મૃત્યુ પામે છે તેમના પરિવારનું શું?
અનેક આગેવાનોએ આવેદવ પાઠવ્યું
આવેદનપત્રના કાર્યક્રમમાં મજૂર મહાજન સંઘના સેક્રેટરી પંકજ જોષી, એસ.ટી. નિવૃત્ત કર્મચારી સંગઠનના પ્રમુખ નરસિંહ દાઉદિયા, જી.ઈ.બી. બોર્ડ નિવૃત્ત કર્મચારી સંગઠનના ઉપપ્રમુખ અશોક મહેતા, મીલ કામદાર મંડળ, દિગ્જામના પ્રમુખ આર.ટી. સોઢા, જી.એસ.એફ.સી. નિવૃત્ત કર્મચારી સંગઠનના જે.એન. પરમાર, જામનગર નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ કનુભા ઝાલા, ડેરી નિગમ નિવૃત્ત કર્મચારીના રસિકલાલ પીઠડિયા, ગુજ. બેન્ક વર્કસ યુનિ.ના જિલ્લા સેક્રેટરી કુલીન ધોળકિયા, મજૂર સેવા સંઘ (ઈન્ટુક)ના પ્રમુખ હમીદ દેદા, સિક્કાની ડી.સી.સી.ના નાથાલાલ વ્યાસ સહિતના આગેવાનોએ સહી કરી આવેદન પાઠવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.