તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલની મુલાકાત કરી, દર્દીઓના પરિવારજનો સાથે ચર્ચા કરી

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનામાં મૃત્યુ પામનાર દર્દીઓના પરિવારજનોને સહાય આપવા માંગણી

ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ આજરોજ જામનગરની જી.જી.હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે કોરોના મહામારી દરમિયાન લોકોને પુરતી સારવાર અને સુવિધા આપવામાં સરકાર નિષ્ફળ ગઇ હોવાના આક્ષેપ પણ કર્યા હતાં. તેમજ કોરોનામાં મૃત્યુ પામનાર દર્દીઓના પરિવારજનોને સહાય આપવા માંગણી કરવામાં આવી છે.

જ્યારે આજરોજ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ગ્રામ્ય વિસ્તારના ગામડાની આરોગ્ય કેન્દ્ર ની પણ મુલાકાત લીધી હતી અને શહેરમાં જી.જી.કોવિડ હોસ્પિટલની , લેઉવા પટેલ કોવિડ સેન્ટર, સંજરી કોવિડ કેર સેન્ટર, સમર્પણ હોસ્પિટલ માં આવેલ કોવિડ કેર સેન્ટરની મુલાકાતે ગયા હતા.

આ મુલાકાત દરમ્યાન તેમણે જી.જી.હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલાં દર્દીઓના પરિવારજનોને પણ મળ્યા હતાં. અને હોસ્પિટલમાં કોઇ મુશ્કેલી પડે છે કે, નહીં તે અંગે માહિતી મેળવી હતી.

આ તકે, ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, ચિરાગભાઇ કાલરીયા, જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા અલ્તાફભાઇ ખફી તથા કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...