ક્રાઇમ:જામનગરના કાલાવડ નાકા બહાર બેફામ માર મારતાં યુવક બેભાનાવસ્થામાં શનિવારની મોડીરાત્રે કારમાંથી મળ્યો, LCB-SOG અને Dy.SP દોડી ગયા

જામનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગરની ભાગોળે કાલાવડ નાકા બહાર એસ.ટી. ડિવિઝન સામેના રોડ પર શનિવારે રાત્રે કારમાંથી માથા સહિતના ભાગે બેફામ મારનો ભોગ બનેલાે એક યુવક ગંભીર રીતે ઈજા પામેલી હાલતમાં મળી આવતા પોલીસ કાફલો દોડી ગયાે હતો. આ હુમલા પાછળ સ્ત્રીપાત્ર કારણભૂત હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આ યુવકને મરણતોલ માર મારવામાં આવ્યો હોવાનું પ્રાથમિક અનુમાન પોલીસ અધિકારીઓ કરી રહ્યા છે. આ લખાઈ રહ્યું છે ત્યારે શનિવારે રાત્રિના 10:20 કલાકે આ અજાણ્યા ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં સાંપડેલા યુવકને 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે શહેરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે.

અન્ય સમાચારો પણ છે...