દેવભૂમિ દ્વારકાના ઓખામંડળના મીઠાપુર સીમ વિસ્તારમાંથી ગતરાત્રે એલસીબી પોલીસ સ્ટાફે દરોડો પાડી, એક સ્થળે જુગારના ધમધમતા અખાડામાંથી સાત રાખ્સોને વાહનો સહિત રૂ. 2.13 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા દારૂ-જુગારની પ્રવૃત્તિઓ સામે હાથ ધરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત એલસીબી સ્ટાફ દ્વારા ગત સાંજે મીઠાપુર વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન ગઈકાલે રવિવારે રાત્રિના સમયે એલસીબીના એ.એસ.આઈ. અજીતભાઈ બારોટ, હેડ કોન્સ્ટેબલ અરજણભાઈ મારુ તથા મેહુલભાઈ રાઠોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે મીઠાપુર તાબેના મોજપ ગામની સીમ વિસ્તારમાં રહેતા વેરશીભા કારા નાયાણી નામના 60 વર્ષીય વૃદ્ધ દ્વારા પોતાના કબજા ભોગવટાની વાડીના રહેણાંક મકાનમાં પોતાના અંગત આર્થિક ફાયદા માટે બહારથી માણસો બોલાવી અને તેને જુગાર રમવા માટે લાઈટ, પાણી અને જુગારના સાધનો જેવી વ્યવસ્થા પુરી પાડી અને રમાડવામાં આવતા જુગારના અડ્ડા પર એલસીબી પોલીસ ત્રાટકી હતી.
આ સ્થળેથી પોલીસે વેરશીભા કારૂભા સાથે મુકેશ ઉર્ફે પટેલ કાનજીભાઈ પાંજરીવાળા, નાગાજણભા માલાભા માણેક, જગદીશ કરશન ચૌહાણ, કાંતિ હરજીભાઈ ગોહેલ, દિલીપ ભીખુભાઈ પરમાર અને સતાર અલીભાઈ ધૈયમ નામના કુલ સાત રાખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા 61,740રોકડા તથા રૂપિયા 31 હજારની કિંમતના 8 નંગ મોબાઈલ ફોન તેમજ રૂપિયા 1.20 લાખની કિંમતના ચાર મોટરસાયકલ મળી કુલ રૂ2,12,740 નો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પીઆઇ જે એમ ચાવડા ની સુચના મુજબ પી.એસ.આઇ બી.એમ.દેવમુરારી તેમજ સ્ટાફના વિપુલભાઈ ડાંગર અને બોધાભાઈ કેસરિયા સહિતના સ્ટાફે કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.