ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:જામનગરમાં ચોરીની અનેક ઘટનાને અંજામ આપનારો નામચીન ચોરને LCBએ ઝડપી પાડ્યો, છેલ્લા ત્રણ મહિનામાં પાંચ સ્થળોએ ચોરી કરી હોવાનું કબૂલ્યું

જામનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોના, ચાંદીના દાગીના તથા રોકડ સાથે કુખ્યાત હુસનો ચોર ઝડપાયો
  • દાગીના ખરીદનારા સોનીની પણ સંડોવણી ખુલતા પોલીસે સોનીને ફરાર દર્શાવી તેની ધરપકડ કરવા તજવીજ શરુ કરી

જામનગર જિલ્લા સહીત અનેક સ્થળોએ અનેક વખત ચોરી કરી નામચીન બની ગયેલો હુસેન ઉર્ફે હુસનાને LCB સ્ટાફ ભગીરથસિંહ સરવૈયા દિલીપ તલાવડીયા અને હરદીપભાઈ ધાંધલ ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. આરોપીએ છેલ્લા ત્રણ મહિનામાં જામનગરમાં પાંચ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ત્યારે તેની પાસેથી સોના-ચાંદીના દાગીના કબજે કરવામાં આવ્યાં છે.

સોના-ચાંદીના મુદ્દામાલ કબ્જે
સોના-ચાંદીના મુદ્દામાલ કબ્જે

બીજી તરફ આરોપીની પૂછપરછમાં દાગીના ખરીદનારા સોનીની પણ સંડોવણી ખુલી છે. પોલીસે હાલ સોનીને ફરાર દર્શાવી તેની ધરપકડ કરવા તજવીજ શરુ કરી છે.

જામનગરમાં હરીયા સ્કૂલની પાછળ, જેનદેરાસર પાસે રહેતા ભરતભાઇ કાંતીલાલ કારીયા આજથી આશરે અઢી-ત્રણ મહિના પહેલા પોતાના પુત્રના ઘરે અમદાવાદ ખાતે ગયા હતા, ત્યારે પાછળથી કોઇ અજાણયા ઇસમે ફરીયાદીના મકાનના તાળા તોડી મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂપિયા 1,40,913ની ચોરી કરી હતી. જેથી ફરીયાદીએ સીટી સી ડીવી પો.સ્ટે.માં અજાણયા ઈસમ વિરૂદ્ધ ફરીયાદ દાખલ કરાવી હતી.

આ ઉપરાંત યાદવનગરમાં રહેતા ઉમૈદભાઇ ભીમાભાઇ રાઠોડ તથા તેમની બાજુમાં રહેતા સંજયભાઇ ભીખુભાઇ ચાવડા પોતાના મકાનને તાળા મારી બહારગામ ગયા હતા. આ દરમિયાન કોઇ અજાણયો ઈસમે તાળા તોડી મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂ. 1,48.850/ની ચોરી કરી હતી. ત્યારે 3 માસ પૂર્વેની આ ચોરીની ઘટનામાં જામનગરનો કુખ્યાત ચોર હુસનો સંડોવાયેલ હોવાની એલસીબીને હકીકત મળી હતી.

પોલીસે બાતમીના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું. જેમાં આ શખ્સ ચાંદી બજાર આસપાસ હોવાનું સામે આવતા એલસીબીની ટીમે ચાંદી બજાર પહોચી વોચ ગોઠવી હતી. જ્યાં શંકાસ્પદ હાલતમાં નીકળેલા હુસનાને પોલીસે આંતરી લીધો હતો. એલસીબીએ આરોપી હુશેનભાઇ ઉર્ફે હુશનો ચોર અલીભાઇ જોખીયા રહે. ધરારનગર-1, સલીમબાપુના મઢેશા પાસે, જામનગર વાળાના કબ્બામાથી સોના ચાંદીના દાગીના કિંમત રૂપિયા 53,250 તથા રોકડ રૂપિયા 32,000 મળી કુલ રૂપિયા 85,250નો મુદ્દામાલ મળી આવતા કબજે કરવામાં આવ્યો છે. હુસનાએ ચોરી કરી અમુક મુદ્દામાલ જામનગરના સોની સનત પાલાને વેચી નાખ્યો હોવાનું સામે આવ્યું છે. જેને લઈને પોલીસે સોની વેપારી સુધી પહોચવા કવાયત શરુ કરી છે.

હુસનાએ કઈ કઈ જગ્યાએ ચોરી કરી

આજથી 3 મહિના પહેલા ગુરૂદ્વારા, ગોકુલ હોસ્પીટલની પાછળ એક મકાનના તાળા તોડી સોનાની વીંટી તથા કેમેરાની ચોરી કરી હતી તેમજ આજથી અઢી મહિના પહેલા હરીયા સંકૂલની પાછળ, જૈન દેરાસર પાસે એક મકાનના તાળા તોડી સોના, ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયાની અને 15 દિવસ પહેલા વાલ્વેશ્વરીમાં એક કેબીનના તાળા તોડી રોકડ રૂપિયા 5000 ની ચોરી કરી હતી. આ ઉપરાંત 12 દિવસ પહેલા ઢીચડા રોડ ઉપર ભકિતનગરમાં એક મકાનના તાળા તોડી સોનાના ઓમકાર તથા રોકડ રૂપીયાની ચોરી અને આજથી 7 દિવસ પહેલા યાદવનગર કૈલાશધામ માં 2 મકાનના તાળા તોડી સોના ચાંદીના દાગીના તથા રોકડની ચોરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...