જામનગરના દરેડમાં દેશી તમંચો અને કાર્ટીસ સાથે એક શખ્સ ઝડપાયો હતો. ત્યારે આ શખ્સની પુછપરછમાં સપ્લાયર અને ડીલેવરી લેનારનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
દરેડમાંથી હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો
આ અંગે મળતી વિગત મુજબ અમેરિકા જેવા દેશમાં લોકોના ઘરમાં હથિયાર હોય તે ખૂબ સામાન્ય બાબત છે, પરંતુ ભારતમાં પરવાનગી વિના હથિયારો લઈને ફરવું કે હથિયાર રાખવું ગુનાહિત કૃત્ય છે અને જેના માટે કાર્યવાહી પણ સતત કરવામાં આવતી હોય છે. ત્યારે જામનગરના દરેડમાંથી હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો છે.
સપ્લાયર તેમજ ડીલેવરી લેનારને ફરાર જાહેર કરાયા
જામનગરની એલસીબીના ભગીરથસિંહ સરવૈયા, દિલીપભાઈ તલાવડીયા અને દોતિસહ જાડેજાને બાતમી મળી હતી કે, મુળ મધ્યપ્રદેશનો અને હાલ દરેડમાં રહેતો મહેન્દ્ર રાજેન્દ્ર કુમાર ભગવાનદાસ ખંગાર નામનો શખ્સ એક નંગ દેશી તમંચો કિમત રૂ. 10 હજાર લઈને દરેડ બસ સ્ટેન્ડ પાસે ઉભો છે. જેથી પોલીસે આ શખ્સને તમંચા તથા એક જીવતા કાર્ટીસ સાથે ઝડપી લઈ પુછપરછ હાથ ધરતા આ હથિયાર મુળ મધ્યપ્રદેશનો અને હાલ દરેડમાં રહેતો મીઠુલાલ ભાલાલ અહીવાલ નામના શખ્સ સપ્લાય કર્યું છે. મહેન્દ્ર આ હથિયાર દરેડમાં રહેતા દિનેશ ઉર્ફે દિપક જેઠાભાઈ ગોહીલએ મંગાવેલ હોય જેને ડીલેવરી કરે તે પહેલા જ મહેન્દ્ર ઝડપાઈ જતાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે સપ્લાયર તેમજ ડીલેવરી લેનારને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.