જામનગર શહેરમાં શક્તિ નગર વિસ્તારમાંથી બાઈક ચોરીના બનાવમાં એલસીબીની ટીમે તસ્કરને બેડી પાસેથી ચોરાઉ બાઇક સાથે ઝડપી લીધો હતો. પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર શહેરના શક્તિનગર પાસે મનીષ પરમાર નામના યુવાને તેનું રૂા.20 હજારની કિંમતનું જીજે-10-એકયુ-4779 નંબરનું સ્પ્લેન્ડર બાઈક પાર્ક કર્યુ હતું. આ બાઈક ગત તા.2 જાન્યુઆરી ના રોજ ચોરી થયું હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે એલસીબીના ઘનશ્યામ ડેરવાળીયા તથા સુરેશ માલકીયાને આ બાઈક ચોરી અંગે સંયુકત મળેલી બાતમીના આધારે ઈન્ચાર્જ પોલીસવડા નિતેશ પાંડેયની સૂચનાથી એલસીબી પીઆઈ એસ.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.એમ. દેવમુરારી, કે.કે. ગોહિલ, આર.બી. ગોજિયા તથા સ્ટાફના સહિતના સ્ટાફે બેડી પુલ પાસેથી સદામ અનવર સાઇચા નામના શખ્સને આંતરી લીધો હતો.
તેમજ તેની પાસેથી પોલીસે જીજે-10- એકયુ-4779 નંબરનું ચોરાઉ બાઇક કબ્જે કરી એલસીબીની ટીમે બાઈક ચોરની ધરપકડ કરી હતી. પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.