કોર્ટનો નિર્ણય:જામનગરમાં ચેક રીટર્ન કેસમાં વકીલને 1 વર્ષની કેદ

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 લાખનો આપેલો ચેક પરત ફર્યો હતો
  • દંડની રકમ ફરિયાદીને ચૂકવવા આદેશ

જામનગરમાં ચેક રીર્ટન કેસમાં અદાલતે વકીલનેએક વર્ષની સાદી કેદની સજા અને દંડનો હુકમ કર્યો છે. 2 લાખની ચૂકવણી પેટે આપેલો ચેક પરત ફર્યો હતો. દંડની રકમ ફરિયાદીને ચૂકવી આપવા કોર્ટે આદેશ કર્યો છે. જામનગરના એડવોકેટ ભરતભાઈ અરજણભાઈ ગોંડલિયાએ તલાટી કમ મંત્રી સોમાલાલ મયાભાઈ રાઠોડને રૂ. બે લાખ ચૂકવવાના બાકી હતા. આ રકમની પરત ચૂકવણી પેટે વકીલ ભરતભાઇએ ચેક આપ્યો હતો. આ ચેક બેંકમાંથી પરત ફરતા સોમાલાલે અદાલતમાં ફરિયાદ કરી હતી.

આ દરમિયાન બન્ને પક્ષ વચ્ચે સમાધાન થતા ભરતભાઈએ બીજો ચેક આપ્યો હતો. પરંતુ તે ચેક પણ પરત ફરતા એડવોકેટ ભરતભાઇ સામે અદાલતમાં ફરિયાદ નોંધાવાઈ હતી. આ ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી. આ કેસ ચાલી જતા અદાલતે આરોપી વકીલ ભરતભાઇને તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા તથા ચેકની રકમ મુજબનો દંડ ભરવા હુકમ કર્યો છે. દંડની રકમ ફરિયાદીને ચૂકવી આપવા આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...