તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લેન્ડ ગ્રેબીંગ કેસ:દરેડ લેન્ડ ગ્રેબિંગમાં વકીલ હિતેન અજુડિયા મુખ્ય ભેજાબાજ

જામનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • જયેશ પટેલ અને વકીલ અજુડિયાએ વર્ષ 2012માં સોસાયટી બનાવી વિજય માલાણીને સાથે રાખી 179 પ્લોટો પાડીને વેચી નાખી આખુ કૌભાંડ રચ્યું

જામનગરના ચકચારી દરેડ લેન્ડ ગ્રેબીંગ કેસમાં પોલીસે ગુરૂવારે અદાલતમાં 1000 પાનાનું ચાર્જશીટ રજૂ કર્યું હતું. જેમાં 121 સાહેદો, 49 આરોપી અટક થયેલા તેમજ 62 આરોપીને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. ચાર્જશીટમાં મુખ્ય ભેજાબાજ તરીકે ભૂમાફિયા જયેશ પટેલ અને વકીલ હીતેન અજુડિયાનું નામ સામે આવ્યું છે. જેમણે વિજય માલાણીના નામે આખી જમીનનું પ્લોટીંગ કરીને વેંચાણ કરી નાંખ્યું હોવાનું દર્શાવાયું છે. આ ઘટનાએ હાલારમાં હો-હા મચાવી છે. જામનગરમાં ચકચારી બનેલા દરેડ લેન્ડ ગ્રેબીંગ કેસમાં પોલીસની મેરેથોન કાર્યવાહી દરમ્યાન જમીન પર કબજો કરનાર 49 આરોપીઓની અટક કરીને જેલ હવાલે કરાયા છે.

પોલીસે આ પ્રકરણમાં રેકર્ડબ્રેક સમયમાં ચાર્જશીટ તૈયાર કરી નાંખ્યું છે. ગુરૂવારે જામનગરની અદાલતમાં રજૂ થયેલા 1000 પાનાના ચાર્જશીટમાં 121 સાહેદો, 49 અટક થયેલા આરોપી અને 62 આરોપીને ફરાર દર્શાવાયા છે. દરેડ લેન્ડ ગ્રેબીંગ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર કહી શકાય એવા ભૂમાફિયા જયેશ પટેલ અને વકીલ હીતેન અજુડિયાની ભૂમિકા પણ સામે આવી છે. જે બંને સહિત 62 જેટલા પ્લોટધારકોને ફરાર જાહેર કરાયા છે.

આ રીતે આચરાયું હતું આખું કૌભાંડ
જયેશ પટેલ અને વકીલ અજુડિયાએ વિજય માલાણીને સાથે ભેળવી તેના નામે ન્યુ દરેડ નોનટ્રેડીંગ કંપની નામની સોસાયટી બનાવી બાદમાં જમીનના 179 પ્લોટ બનાવીને વેંચી માર્યા હતાં. જે તમામમાં માલાણીની સહીઓનો ઉપયોગ કરાયો હતો. આ નવી શરતની જમીન હતી જે 2016 માં શ્રી સરકાર થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો