તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભિયાન:જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ‘ જુન માસ-મેલેરીયા વિરોધી માસ' અભિયાનનો પ્રારંભ

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકનગુનીયા જેવા વાહકજન્ય રોગો અટકાવવા ખાસ ઝુંબેશ

જામનગરમાં ભારત સરકાર દ્વારા વર્ષ 2030 સુધીમાં મેલેરીયા નાબુદી અભિયાન કાર્યક્ર્મ અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2022 સુધીમાં જ મેલેરિયા મુક્ત ગુજરાતના લક્ષ્યને હાંસલ કરવા વિશેષ આયોજન હાથ ધરાયેલ છે.

જે અંતર્ગત જામનગર જિલ્લામાં પણ 'જુન માસ-મેલેરિયા વિરોધી માસ'ની ઉજવણીમાં આરોગ્ય કર્મચારી મારફતે ગ્રામ્ય વિસ્તારના ઘરોની મુલાકાત કરી કોવીડ-19 સર્વેલન્સની કામગીરી સાથે મેલેરીયા વિરોધી પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે અને સાથે સાથે બેનર-પોસ્ટર, પત્રીકા, ભીતસુત્રો તથા સોશિયલ મીડિયા મારફતે મચ્છરજન્ય રોગો અટકાવવા અંગેની જાહેરાત સંદેશાઓ મોકલી લોકજાગૃતિ લાવવામા આવી રહી છે.

આ અંગે વધુ વિગતો આપતા ડો. બીરેન મણવર-ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને ડો.આર.બી.ગુપ્તા-ઇન્ચાર્જ જિલ્લા મેલેરિયા અધિકાર એ જણાવ્યું હતુ કે, જુન માસ મેલેરિયા વિરોધી માસની ઉજવણીમાં તા.01-062021ના રોજ ફિલ્ડ કામગીરી હાથ ધરી જામનગર જિલ્લા ગ્રામ્યના 365 આરોગ્ય કર્મચારી દ્વારા 224 ગામોની 41,579વસ્તી તથા 8061 ઘરોની હાઉસ ટુ હાઉસ મુલાકાત કરી તાવના 485 લોહીના નમૂના લીધેલ જે તમામ નમુનાઓ ચકાસતા તેમાંથી મેલેરિયાનો એક પણ પોઝીટીવ કેસ મળી આવેલ નથી.

ગ્રામ્ય વિસ્તારમાં મચ્છર ઉત્પત્તિ અટકાવવા પોરાનાશક કામગીરીમાં 31152 પાત્રો તપાસવામાં આવેલ જેમાંથી 201 સ્થળોએથી પોરા મળી આવેલ જેનો નિકાલ કરવામાં આવેલ સાથે સાથે એબેટ દવા નાખેલ ખુલ્લા પાત્રોની સંખ્યા 2984, નાશ તથા નિકાલ કરેલ પાત્રોની સંખ્યા ૩૪૨, પત્રિકા વિતરણ 6000, માઈક પ્રચાર તથા વ્યક્તિગત મુલાકાત દ્વારા જનજાગૃતિ લાવવા પ્રયાસો કરવામાં આવેલ છે.

મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકનગુનીયા રોગથી લોકોએ ગભરાવવાની કે ખોટી દહેશત ફેલાવવાની જરૂર નથી. શંકાસ્પદ મેલેરિયા, ડેન્ગ્યુ તાવના લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,સામુહિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલો કે આરોગ્ય કાર્યકરનો તાત્કાલિક સંપર્ક કરીને લોહીની તપાસ કરાવી સારવાર લેવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. વાહકજન્ય રોગોનો ફેલાવો અટકાવવા માટે રાજ્ય સરકારના ઘનિષ્ઠ પ્રયત્નોને ત્યારે જ સફળતા મળે કે જ્યારે પ્રજાજનો સહકાર આપે. લોકોની સુખાકારી એ સરકારની જવાબદારી છે, પરંતુ સહકાર મળવો એ અનિવાર્ય છે. જેથી મચ્છર ઉત્પતિ અટકાવા માટે ઘરમાં સંગ્રહિત કરેલ પાણીના તમામ ટાંકાઓં પાત્રોને માત્ર હવાચુસ્ત ઢાંકવાથી તેમજ ઘરની આસપાસ છત ઉપર ચોમાસા પહેલા કે બાદ બિનઉપયોગી કાટમાળ નિકાલ અને નાશ કરવાથી મચ્છર તેમાં ઈંડા મૂકી શકતા નથી. આવી રીતે રોગથી સ્વયંભુ બચી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...