તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:કોઠા ભાડુકિયામાં મોડીરાત્રે જુગારનો દરોડોઃ 5 ઝડપાયા

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધ્રોલમાં વર્લીના આંકડા લેતાે શખસને પોલીસે પકડી પાડ્યો

કાલાવડના કોઠા ભાડુકીયામાં જામેલા જુગાર પર પોલીસે દરોડો પાડી પાંચની ધરપકડ કરી છે. જયારે ધ્રોલમાંથી વર્લીના આંકડા લેતો એક શખ્સ પોલીસે ઝડપી પાડયો છે.કાલાવડ તાલુકાના કોઠા ભાડુકીયા ગામમાં કેટલાંક શખ્સો જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા હોવાની બાતમી મળતાં કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સ્ટાફે રાત્રે સાડા બાર વાગ્યે દરોડો પાડ્યો હતો. ત્યાં આવેલી એક શેરીમાં સ્ટ્રીટલાઈટના અજવાળે જુગાર રમતા પાંચ શખ્સ મળી આવ્યા હતાં.

ત્યાંથી કોઠા ભાડુકીયાના જ હરજીભાઈ નાગજીભાઈ કથીરીયા, ઘનશ્યામભાઈ કાનજીભાઈ સૌમેયા, અશોક હિરાભાઈ ધામેલીયા, જગદીશભાઈ પરસોત્તમભાઈ કથીરીયા તથા હરિભાઈ મંગાભાઈ સોલંકી નામના પાંચ શખ્સ જુગાર રમતા મળી આવ્યા હતાં. પટ્ટમાંથી રૃા. 15460 રોકડા કબ્જે કરી પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.ધ્રોલ શહેરના ફૂલવાડી રોડ પર આવેલા ખાટકીવાસ નજીકથી પોલીસે મહેમુદ દાઉદભાઈ મેમણ નામના શખ્સને વર્લીના આંકડા લેતો પકડી લીધો છે તેના કબ્જામાંથી રૂા.1610 રોકડા તથા વર્લીના આંકડા લખેલીચીઠ્ઠી કબજે કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો