તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેગા કેમ્પ:સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા બે દિવસીય રસીકરણ કેમ્પમાં 6025 લોકોનું રસીકરણ કરાયું

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • “મારું જામનગર, કોરોના મુકત જામનગર” બનાવવા લોકોનો સાંસદને સહયોગ

જામનગર માં સ્વ. હેમતભાઇ રામભાઇ માડમ મેમોરિયલ ટ્રસ્ટ તથા જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા બે દિવસ દરમિયાન 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકો માટે વિનામૂલ્યે કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બે દિવસ દરમિયાનમાં શહેરના તમામ વોર્ડમાં નિ:શૂલ્ક કોરોના રસીકરણ કેમ્પ યોજાયા હતા.

આ રસીકરણ કેમ્પના દ્વિતીય દિવસે સાંસદ પૂનમબેન માડમએ વોર્ડ નં.1માં શાળા નં.27, વોર્ડ નં.6માં હિંદી શાળા, વોર્ડ નં. 8માં લેઉવા પટેલ સેવા સમાજ, વોર્ડ નં.9માં લેઉવા પટેલ જ્ઞાતિ બહુચરાજી મંદિર, વોર્ડ નં.10માં બારદાનવાલા કોમ્પ્લેક્ષ, વોર્ડ નં.11માં મુરલીધર સ્કૂલ, વોર્ડ નં.12માં સતવારા સમાજવાડી અને શેખર માધવાણી હોલ ખાતે ચાલતા નોબત દ્વારા આયોજિત રસીકરણ કેમ્પની મુલાકાત લઇ રસી લેનાર લોકોને બિરદાવ્યા હતા. બે દિવસ દરમિયાનના સમગ્ર આયોજન થકી જામનગર શહેરના વિવિધ વિસ્તારના 18 વર્ષથી ઉપરના 6025લોકોએ રસી લઇ પોતાને અને સમાજને સુરક્ષિત કર્યા છે.

આ તકે સંસદ સભ્યએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીમાં વેક્સિન જ મજબૂત શસ્ત્ર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા પણ દરેક વ્યક્તિ રસી લઇ સુરક્ષિત બને તે માટે લોકોને અપીલ કરવામાં આવી હતી. ત્યારે જામનગર જિલ્લો અને શહેર રસીકરણમાં રાષ્ટ્રીય સ્તરે મોખરે છે, ત્યારે શહેરમાં આ ઝુંબેશને વધુ સઘન કરી એક પણ વ્યક્તિ રસી વગર ના રહે તેવા વડાપ્રધાનના સંકલ્પને પૂર્ણ કરવા કેમ્પના માધ્યમ દ્વારા કોઈપણ વિસ્તારના કોઈપણ વ્યક્તિને કોઈપણ કારણસર વેક્સિન લેવાની બાકી રહી ગઇ હોય અથવા તો ન લઈ શક્યા હોય તો આ આયોજન થકી જામનગર જિલ્લાના રસીકરણ અભિયાનને વધુ સુદૃઢ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના પૂર્વ ચેરમેન મનહરભાઈ ઝાલા, મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતનભાઈ ગોસરાણી, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા,મહામંત્રીજામનગરના અગ્રણી ઉદ્યોગપતિઓ અને વિસ્તારના લોકો ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...