જામનગર જિલ્લાના ખેડૂત ખાતેદારોને જણાવવામાં આવ્યું છેકે, જામનગર ખાતેની જમીન ચકાસણી પ્રયોગશાળા કાર્યરત કરવામાં આવી છે.
જેમાં માટી તેમજ પાણીના નમૂનાનું પૃથ્થકરણ કરવાની કામગીરી કરવામાં આવે છે. આથી જે કોઇ ખેડૂત ખાતેદાર પોતાના ખેતરની માટી તેમજ પાણીના નમૂનાનું પૃથ્થકરણ કરાવવા માગતા હોય તેઓ પોતાના ખેતરમાંથી માટી અને પાણીના નમૂના એકત્રીત કરી મદદનીશ ખેતી નિયામક્ની કચેરી, જમીન ચકાસણી પ્રયોગશાળા, સરકારી વસાહત કમ્પાઉન્ડમાં, વાલસુરા રોડ, બેડી જામનગરમાં પહોચાડી શકશે.
આ માટી તેમજ પાણીના નમૂનાની સરકારના પ્રવર્તમાન ધારા ધોરણ મુજબની ફી રૂા.15 પ્રતી નમૂના લેખે ભરી નમૂનાનું પૃથ્થકરણ કરી આપવામાં આવશે તેમ મદદનીશ ખેતી નિયામક, જમીન ચકાસણી પ્રયોગશાળા દ્વારા જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.